કોરોના મહામારી હજી સમાપ્ત થઈ નથી, સતર્ક રહેવાની અને સાવચેતી રાખવાની જરૂર, 5 રાજ્યો સાથેની બેઠકમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને અપીલ કરતા કહ્યું કે, દૈનિક આધાર પર સંક્રમણના કેસોના પોઝીટીવીટી રેટ પર નજર રાખો.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya) શનિવારે 5 રાજ્યોના આરોગ્ય પ્રધાનો અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી. આરોગ્ય મંત્રીઓ સાથેની આ બેઠક કોરોનાના નિવારણ અને વ્યવસ્થાપન અંગે જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે યોજાઈ હતી. આ બેઠકમાં, બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના પ્રતિનિધિઓ સાથે ટેલીમેડિસિન અને કોરોના રસીકરણ કવરેજને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે પાંચ પૂર્વી રાજ્યો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ ઘટી રહ્યા છે અને છેલ્લા બે સપ્તાહ દરમિયાન પોઝીટીવીટી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે.
જો કે, તેમ છતાં, હજી પણ સતર્ક રહેવાની અને સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે મહામારી હજી સમાપ્ત થઈ નથી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને અપીલ કરતા કહ્યું કે, દૈનિક આધાર પર સંક્રમણના કેસોના પોઝીટીવીટી રેટ પર નજર રાખો. આ ઉપરાંત, RT-PCR પરીક્ષણ દર વધારવાનો પણ પ્રયાસ કરો કારણ કે મોટાભાગના રાજ્યોમાં ઓછા પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.
Union Health Minister Dr Mansukh Mandaviya virtually held a meeting with eastern states on the #COVID19 situation.
"Discussions held on telemedicine, vaccination & COVID guidelines," the minister tweeted pic.twitter.com/IIAlFnzZyB
— ANI (@ANI) January 29, 2022
સંક્રમિત અને મૃત્યુની સંખ્યા પર નજર રાખો – આરોગ્ય મંત્રી
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, કોવિડ-19 સામેની લડાઈ એક સંયુક્ત પ્રયાસ છે અને તે કેન્દ્ર અને રાજ્યોની જવાબદારી છે. મને આનંદ છે કે અમે આ જાહેર આરોગ્ય પડકારનો સહયોગી ભાવનાથી સામનો કર્યો છે. ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ભાગ લેનારા રાજ્યના આરોગ્ય મંત્રીઓમાં બન્ના ગુપ્તા (ઝારખંડ), ટીએસ સિંહ દેવ (છત્તીસગઢ) અને મંગલ પાંડે (બિહાર)નો સમાવેશ થાય છે.
રાજ્યના આરોગ્ય પ્રધાનોએ સર્વસંમતિથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનો મહામારી દરમિયાન સતત સમર્થન માટે આભાર માન્યો હતો. રાજ્યોને હોસ્પિટલમાં દાખલ સંક્રમિત અને મૃત્યુની સંખ્યા પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી હતી.
ECRP-II ફંડનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે આપવામાં આવી સલાહ
આરોગ્ય મંત્રીએ કહ્યું, રાજ્ય સ્તરે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો અને મૃત્યુ, વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓનું કોરોના રસીકરણ અને બિન-રસીકરણના રેશિયોનું વિશ્લેષણ કરવું જરૂરી છે. માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડ વેરિઅન્ટનું જોખમ છતાં, ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તન… મહામારીના સંચાલન માટે યોગ્ય વ્યૂહરચના બનેલી છે.
તેમણે તમામ રાજ્યોને હાલના સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને જ્યારે જરૂર પડે ત્યારે નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ECRP-II ફંડનો સંપૂર્ણ અને અસરકારક રીતે ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી.
આ પણ વાંચો : Ban On Exit Polls: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી પાંચ રાજ્યોમાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ