AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur: રાહુલ ગાંધીએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, કહ્યું- મણિપુરમાં શાંતિની જરૂર, રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકનો અભાવ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં.

Manipur: રાહુલ ગાંધીએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત, કહ્યું- મણિપુરમાં શાંતિની જરૂર, રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકનો અભાવ
Rahul Gandhi Manipur Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 6:14 PM
Share

Imphal: મણિપુરમાં હિંસા (Manipur Violence) ફાટી નીકળ્યાને બે મહિના વીતી ગયા છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ છે. રાજ્યમાં હિંસાથી પ્રભાવિત હજારો લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) મણિપુરની બે દિવસની મુલાકાતે છે અને આજે બીજા દિવસે તેમણે મોઇરાંગમાં ઘણી રાહત શિબિરોની મુલાકાત લીધી અને હિંસાથી પ્રભાવિત લોકોને પણ મળ્યા હતા.

હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં રાહત શિબિરમાં સુધારો કરવાની જરૂર છે, ખોરાક અને દવાઓની અછત છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

રાહુલ ગાંધીએ રાહત શિબિરોની મુલાકાત લીધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મોઇરાંગમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ આજે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રાહત શિબિરોની મુલાકાત લેશે અને હિંસાથી પ્રભાવિત લોકોને મળશે. આ પછી તે રાજધાની ઇમ્ફાલ પરત ફરશે. ઇમ્ફાલમાં રાહુલ ગાંધી 10 સમાન વિચારધારા ધરાવતા પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)ના નેતાઓ અને સિવિલ સોસાયટીના સભ્યોને મળશે.

ગઈકાલે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી

આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. તેએઓ ગઈકાલે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જે રાજ્યમાં બે મહિના સુધી ચાલેલી વંશીય હિંસામાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી એક છે.

આ પણ વાંચો : Uttarkashi: જોશીમઠ બાદ હવે ઉત્તરકાશીમાં ખતરો, મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી

ચુરાચંદપુરમાં રાહત શિબિરોમાં રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ગઈકાલે ભારે હોબાળો થયો હતો. ગઈકાલે, જ્યારે કોંગ્રેસ નેતા તેમના કાફલા સાથે જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસે તેમને બિષ્ણુપુરમાં અધવચ્ચે અટકાવ્યા હતા. જેના કારણે કોંગ્રેસના કાર્યકરોએ પણ હોબાળો મચાવ્યો હતો. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
g clip-path="url(#clip0_868_265)">