AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પરિણામો પહેલા જ દીદીનો ‘મોટો દાવો’; કહ્યું “અમે 200થી વધુ બેઠકો જીતીશું”, આખરે બંગાળમાં કોની બનશે ‘સરકાર’?

બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની જીતને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, તેમની પાર્ટી મોટી જીત મેળવીને ફરીથી સરકાર બનાવશે.

Breaking News: પરિણામો પહેલા જ દીદીનો 'મોટો દાવો'; કહ્યું અમે 200થી વધુ બેઠકો જીતીશું, આખરે બંગાળમાં કોની બનશે 'સરકાર'?
| Updated on: May 02, 2026 | 8:49 PM
Share

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની જીત અંગે મોટો દાવો કર્યો છે. શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટોને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ભારે બહુમતી સાથે સત્તામાં વાપસી કરવા જઈ રહી છે. તેમણે એક્ઝિટ પોલના એ આંકડાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, જેમાં ભાજપને લીડ બતાવવામાં આવી છે.

એક્ઝિટ પોલ પર સાધ્યું ‘નિશાન’

મમતા બેનર્જીએ એક્ઝિટ પોલના પરિણામોને “શેરબજારમાં હેરાફેરી” કરવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે જીતી રહ્યા છીએ અને 200થી વધુ બેઠકો જીતી રહ્યા છીએ. આ એક્ઝિટ પોલ બીજું કંઈ નથી પણ સ્ટોક માર્કેટને પ્રભાવિત કરવાનું એક સાધન છે. તેમણે વર્ષ 2021 અને વર્ષ 2024માં પણ આવું જ કર્યું હતું.”

CAPF પર લગાવ્યા ‘ગંભીર આરોપ’

મુખ્યમંત્રીએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) પર TMC કાર્યકર્તાઓ સાથે નિર્દયતા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે, “આગામી દિવસોમાં પાર્ટી તે લોકોને પુરસ્કૃત (Awarded) કરશે, જેમણે CAPFની ક્રૂરતાનો હિંમતપૂર્વક સામનો કર્યો છે.”

પુનઃમતદાનમાં જોવા મળ્યો ‘જબરદસ્ત ઉત્સાહ’

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દક્ષિણ 24 પરગણા જિલ્લાની બે બેઠકો (ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ) ના 15 બૂથ પર પુનઃમતદાન ચાલી રહ્યું છે. મગરાહાટ પશ્ચિમમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 72.5% મતદાન નોંધાયું હતું. ડાયમંડ હાર્બરમાં 72.36% મતદાન થયું હતું. સુરક્ષા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત કરવામાં આવી છે અને કોલકાતા ચૂંટણી કાર્યાલયથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

એક્ઝિટ પોલના આંકડા

જ્યાં મમતા બેનર્જી 200+ નો દાવો કરી રહ્યા છે, ત્યાં મોટાભાગના ‘એક્ઝિટ પોલ’ ભાજપને બહુમતી મળતી બતાવી રહ્યા છે:

  1. ચાણક્ય સ્ટ્રેટેજીસ: ભાજપ (150-160), TMC (30-40)
  2. મેટ્રિઝ (Matrize): ભાજપ (146-161), TMC (125-140)
  3. પી-માર્ક (P-Marq): ભાજપ (150-175), TMC (118-138)
  4. પીપલ્સ પલ્સ (People Pulse): TMC (177-187), ભાજપ (95-100), (આ એકમાત્ર પોલ છે કે, જે TMC ની જીત બતાવી રહ્યો છે.)

નોંધનીય છે કે, બંગાળ ચૂંટણીમાં આ વખતે રેકોર્ડ 92.93% મતદાન થયું છે. જો કે, અસલી ચિત્ર 4 મેના રોજ મતગણતરી બાદ સ્પષ્ટ થશે.

Breaking News : પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? જાણો શું છે સરકારની મોટી તૈયારી!

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">