તમિલનાડુમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વચ્ચે CBIનું મોટુ નિવેદન ! કહ્યું “NEET મેડિકલ પરીક્ષામાં મોટું કૌભાંડ સામે આવ્યુ છે”

|

Sep 23, 2021 | 1:29 PM

તમિલનાડુમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા (Student Suicide) વચ્ચે CBI દ્વારા મોટો ઘટસ્પોટ કરવામાં આવ્યો છે. NEET મેડિકલ પ્રવેશ પરીક્ષામાં મોટુ કૌંભાડ થયુ હોવાનુ હાલ સામે આવી રહ્યુ છે.

તમિલનાડુમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વચ્ચે CBIનું મોટુ નિવેદન ! કહ્યું NEET મેડિકલ પરીક્ષામાં મોટું કૌભાંડ સામે આવ્યુ છે
Major Scam In NEET Medical Exams

Follow us on

NEET  Exam 2021 : CBI દ્વારા NEET મેડિકલ પ્રવેશ પરીક્ષાને લઈને મોટો ઘટસ્પોટ કરવામાં આવ્યો છે.CBIના જણાવ્યા અનુસાર, NEET મેડિકલ પ્રવેશ પરીક્ષાઓમાં પરીક્ષા પાસ કરવા માટે પ્રોક્સીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઉમેદવાર દીઠ 50 લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે.પરિણામથી નિરાશ થયેલા વિદ્યાર્થીઓની આત્મહત્યા વચ્ચે આ ઘટસ્પોટ થતા હાલ NEET મેડિકલ પ્રવેશ પરીક્ષા ચર્ચાનો વિષય બની છે.

NEET મેડિકલ પરીક્ષામાં મોટું કૌભાંડ સામે આવ્યુ 

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સ્થિત કોચિંગ સેન્ટર આરકે એજ્યુકેશન કરિયર ગાઈડન્સ, તેના ડિરેક્ટર(Coaching Director)  પરિમલ કોટપલ્લીવાર અને ઘણા વિદ્યાર્થીઓ પર આ કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે, મળતી માહિતી મુજબ, આ ઉમેદવારોએ સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશની ખાતરી આપતાં 50 લાખ જેટલો ચાર્જ લેવામાં આવ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

CBI ની તપાસમાં થયો આ મોટો ખુલાસો

CBI ની એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, “પરિમલ કોટપલ્લીવાર નામની આ વ્યક્તિ ઉમેદવારોને ટોચની સરકારી મેડિકલ કોલેજોમાં (Government Medical College) પ્રવેશની ઓફર કરે છે. અને તેના માટે મસ્ત મોટી રકમ પણ વસૂલ કરે છે.” ઉપરાંત તપાસમાં બહાર આવ્યું છે કે, “ઇચ્છુક ઉમેદવારો પોસ્ટ-ડેટેડ ચેક (Post Dated Check) અને ધોરણ 10 અને 12 ના ઉમેદવારની અસલ માર્કશીટ સુરક્ષા તરીકે જમા કરાવવામાં આવતી હતી, જે કોચિંગ સેન્ટર 50 લાખ વસૂલ કર્યા બાદ પરત કરશે”

તમિલનાડુના મુખ્યપ્રધાને વિદ્યાર્થીઓને કરી અપીલ

તમિલનાડુમાં વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના કેસ અંગે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને (CM MK Stalin)ગયા અઠવાડિયે પરીક્ષાના પરિણામથી નિરાશ થયેલા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ રાજ્યમાં 15 થી વધુ ભવિષ્યના તબીબો આત્મહત્યા (Suicide) કરીને મૃત્યુ પામ્યા છે.

તમિલનાડુમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસ વધી રહ્યા છે

તમિલનાડુના મુખ્યપ્રધાને રાજ્યાના વિદ્યાર્થીઓને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, કૃપા કરીને તમારું જીવન સમાપ્ત ન કરો. તમારા માટે કશું અશક્ય નથી. તે આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરો, માતાપિતાએ પણ બાળકોમાં આત્મવિશ્વાસ (Confidence) કેળવવો જોઈએ અને તેમને તણાવમાં ન મૂકવો જોઈએ,” ઉપરાંત બાળકોને 104 ડાયલ કરીને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે વાત કરવાની સલાહ પણ આપી હતી.

થોડા દિવસો અગાઉ તમિલનાડુમાં એક 17 વર્ષની યુવતીએ NEET 2021 પરીક્ષાને લઈને ચિંતિત હતી, જેને કારણે તેણે આત્મહત્યા કરી હતી,જે માત્ર એક જ એઠવાડીયામાં થયેલી ત્રીજી આત્મહત્યા છે.

 

આ પણ વાંચો: Spa Center ના દરવાજા હવે નહીં રાખી શકાય બંધ ! જાણો સ્પા સેન્ટરને લઈને દિલ્હી તંત્રના નવા નિયમો

આ પણ વાંચો:  Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 31,923 નવા કેસ, 282 મૃત્યુ, 187 દિવસમાં એક્ટિવ દર્દીઓની સૌથી ઓછી સંખ્યા

Published On - 1:28 pm, Thu, 23 September 21

Next Article