AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખીણમાં પડી, 7ના મોત

શ્રીનગર હાઈવે પાસે અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 75 લોકો સવાર હતા. જેમાંથી 7ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે.

Breaking News: અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખીણમાં પડી, 7ના મોત
Jammu Srinagar highway bus fell into ditch
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 8:06 AM
Share

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. બસ વૈષ્ણોદેવી માટે મુસાફરોને લઈને અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોના મોત થયા છે જ્યારે 12થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

ઘટના અંગે માહિતી આપતા જમ્મુના ડીસીએ જણાવ્યું કે બસ ઊંડી ખીણમાં પડી જવાથી 7 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ બસે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 75 લોકો સવાર હતા. જેમાંથી 7ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે.

અકસ્માત પાછળનું મુખ્ય કારણ હજુ જાણવા મળ્યું નથી. ત્યારે બસમાં કુલ મુસાફરોની સંખ્યા 75 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. કેટલાક મુસાફરો બસની નીચે પણ દટાયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સીઆરપીએફ ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે અકસ્માતની માહિતી મળી. તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">