Breaking News : દિલ્હીમાં મોટી દુર્ઘટના, મેટ્રોનો સ્લેબ ધારાશાયી થતા 4ના મોત, એક ગંભીર
ગુરુવારે દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં મેટ્રોનો સ્લેબ પડી ગયો હતો. રોડ પર કાટમાળ પડતાં ચાર બાઇક દટાઇ ગઇ હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડની ટીમ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકની હાલત ગંભીર છે.

ગુરુવારે સવારે દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાં એક મોટો દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ અચાનક ગોકુલપુરી મેટ્રો સ્ટેશનના સ્લેબનો એક જૂનો ભાગ અચાનક જમીન પર તૂટી પડ્યો હતો . આ અકસ્માતમાં ત્યાંથી પસાર થતા 4 બાઇક સવારો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 4ના મોત થયા છે તેમજ એકની હાલત ગંભીર છે.
દિલ્હી ફાયર બ્રિગેડને તુરંત મામલાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બુલડોઝરની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બે લોકો કાટમાળ નીચે દટાયા હતા અને તેમને તાત્કાલિક જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
બચાવ કામગીરીના થોડા સમય બાદ 12 વાગ્યાની આસપાસ અન્ય બે ઘાયલ લોકોને પણ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. એક વ્યક્તિની હાલત નાજુક છે. ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી પૂર્વ જોય તિર્કીએ જણાવ્યું કે જેસીબી અને ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને મેટ્રો સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
હજુ સ્લેબનો એક ભાગ હવામાં લટકતો
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ખતરો હજુ યથાવત છે. તૂટેલા સ્લેબનો એક ભાગ હજુ પણ હવામાં લટકી રહ્યો છે. જેના કારણે તે રસ્તો સામાન્ય લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કાટમાળથી કેટલીક મોટરસાઇકલ અને અન્ય વાહનોને પણ નુકસાન થયું છે. દિલ્હી પોલીસ અને મેટ્રોની ટીમ અકસ્માતનું કારણ શોધવામાં વ્યસ્ત છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
