દેશમાં વધતા કોરોનાના પ્રભાવને ઓછો કરવા દિલ્હીમાં મહાયજ્ઞ, પૂજા અને મંત્રોચાર કરવામાં આવ્યા

|

Apr 03, 2021 | 9:34 PM

દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે તેના પ્રભાવને ઓછો કરવા માટે દિલ્હીમાં શનિવારે મહાયજ્ઞ કરવમાં આવ્યો. આ મહાયજ્ઞનું દિલ્હીના છતરપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ, અશોક સિંઘલ ફાઉન્ડેશન અને નમો સદ્ધભાવના સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું.

દેશમાં વધતા કોરોનાના પ્રભાવને ઓછો કરવા દિલ્હીમાં મહાયજ્ઞ, પૂજા અને મંત્રોચાર કરવામાં આવ્યા

Follow us on

દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે તેના પ્રભાવને ઓછો કરવા માટે દિલ્હીમાં શનિવારે મહાયજ્ઞ કરવમાં આવ્યો. આ મહાયજ્ઞનું દિલ્હીના છતરપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ, અશોક સિંઘલ ફાઉન્ડેશન અને નમો સદ્ધભાવના સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ મહાયજ્ઞમાં કોરોનાને ભગાવવા માટે 350 વધારે જજમાનોને પૂજા અને મંત્રોચાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

 

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

અશોક સિંઘલ ફાઉન્ડેશનના મહેશ ભગચંદકાએ કહ્યું કે સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવ્યો. વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં 12 હવનકુંડ સહિત 4 વેદોના નામથી દ્વાર બનાવવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં સતત બીજા દિવસે 3500થી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 3,567 કેસ સામે આવ્યા છે. સાથે જ 2,904 દર્દી સાજા થયા છે, ત્યારે 10 દર્દીના મોત પણ થયા છે.

 

 

16 ડિસેમ્બરના રોજ 13,261 પોઝિટીવ દર્દીઓ હતા. હોમ આઈસોલેશનનો આંકડો પણ 6 હજારથી વધુ થઈ ચૂક્યો છે. હાલમાં દિલ્લીમાં 6,569 લોકો હોમ આઈસોલેશનમાં છે. 17 ડિસેમ્બરે આ આંકડો 7,168 હતો. સાથે જ સક્રિય કોરોના પોઝિટીવ દર્દીઓનો દર 1.88 ટકા છે. ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ સક્રિય દર્દીઓની સંખ્યા 1.98 હતી. ઉપરાંત રિકવરી દર 96.47 ટકા પર આવી ગયો છે.

 

19 ડિસેમ્બર 2020 પછીનો આ સૌથી નીચો દર છે. 19 ડિસેમ્બરે રિકવરી દર 96.65 ટકા હતો. હાલમાં દિલ્હીમાં કુલ 6,72,381 કોરોના કેસ છે. સાથે જ 6,48,674 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં કોરોનાના 79,617 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના પરીક્ષણનો કુલ આંકડો 1,48,20,857 પર પહોંચ્યો છે.

 

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સોમવારથી ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ

Next Article