ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સોમવારથી ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • tv9 webdesk33
  • Published On - 21:16 PM, 3 Apr 2021
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સોમવારથી ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ
ગુજરાતમાં સોમવારથી ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ

Gujarat માં કોરોનાના  કેસ વધતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ કાર્યને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કોર કમિટીના નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના ઉદ્દેશ્ય થી આ નિર્ણય કર્યો છે.

જયારે Gujarat માં લૉકડાઉન અંગેનો સવાલ પૂછતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલ કોઈ વિચારણા નથી, જો જનતા યોગ્ય રીતે માસ્ક પહેરે, પહેરાવે, સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તો  કોરોનાને નાથી શકાશે.

ગુજરાતમાં કોરોનાના કેસના રોકેટ ગતિએ વધારો 

ગુજરાતના કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૮૧૫ કેસ નોંધાયા છે. તેમજ ૨૦૬૩ લોકો સાજા થયા છે. તેમજ ૧૩ લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયાં છે. જેમાં આજે મૃત્યુ પામેલામાં સુરતના 5, અમદાવાદના ૪, ભાવનગરના ૧, રાજકોટ ૧, તાપી ૧ અને વડોદરાના ૧ દર્દીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા ૧૪૨૯૮ પર પહોંચી છે. જેમાં ૧૬૧ લોકો વેન્ટીલેટર પર છે અને ૧૪૧૩૭ લોકો સ્ટેબલ છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી ૨,૯૬, ૭૧૩ લોકો સાજા થયા છે. તેમજ કુલ ૪૫૫૨ લોકોના મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં સામે આવેલા કોરોના આંકડા પર નજર કરીએ તો જણાશે કે અમદાવાદ શહેરમાં 646 કેસ, સુરતમાં 526 અને વડોદરામાં 303 રાજકોટમાં કોરોનાના 236 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

મહેસાણામાં 24 , સાબરકાંઠામાં 24, જામનગર શહેરમાં 38, જામનગર ગ્રામ્યમાં 29  , કચ્છમાં 26 , મોરબીમાં 26 , અમરેલીમાં 20, અને ગીર સોમનાથમાં 9 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત સુરતમાં સતત વધી રહેલા કેસોના પગલે સુરત મ્યુનિસિપલ કમિશનરે લોકોને કોરોનાથી સાવચેત રહેવા જણાવ્યું છે.તેમજ કહ્યું કે આ નવો સ્ટ્રેઈન ખૂબ જ ચેપી છે અને નવા સ્ટ્રેઈનના લક્ષણો બદલાય છે. જેમાં કફ, તાવઅને શરદીના હોય તેઓ પણ કોરોના સંક્રમિત હોય શકે છે. તેમજ તેના લીધે સોસાયટીના કલબ હાઉસ બંધ રાખો અને બિનજરૂરી બહાર ન નીકળો.