Maharashtra : શરદ પવારે ખેડુતોના વિરોધને લઈને મોદી સરકારની કરી આકરી ટીકા

Maharashtra: ખેતીના નવા કાયદા અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે કેન્દ્રની જોરદાર ટીકા કરી, કર્યો આ મોટો દાવો...

Maharashtra : શરદ પવારે ખેડુતોના વિરોધને લઈને મોદી સરકારની કરી આકરી ટીકા
Maharashtra : ખેતીના નવા કાયદા અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે કેન્દ્રની જોરદાર ટીકા કરી, કર્યો આ મોટો દાવો…મહારાષ્ટના ખુણે-ખુણાથી મુંબઈ આવેલા ખેડૂતોની શરદ પવારે પ્રશંસા કરી અને જે ખેડૂતોના સમર્થનમાં ઉભા છે તેમની ઉપર શંકા ઉભી કરવા બદલ કેન્દ્રની ટીકા કરી હતી.
એનસીપીના પ્રમુખ શરદ પવારે સોમવારે (25 જાન્યુઆરી) ના રોજ મુંબઈના આઇકોનિક આઝાદ મેદાનમાં હજારો ખેડુતોને સંબોધન કર્યું હતું, જ્યાં 60 દિવસથી દિલ્હીની સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે ખેડૂત એકઠા થયા હતા. પવારે નાસિકથી મુંબઈ આવવા માટે ખેડૂતોની પ્રસંશા કરી હતી અને જે લોકોના સમર્થનમાં ઉભા છે તેમની સામે શંકા ઉભી કરવા માટે કેન્દ્રની ટીકા કરી હતી.

 

 

સાથેજ રૈલીનું સંબોધન કરતા પવારે કહ્યું  કે- “અમે છેલ્લા 60 દિવસથી જોયું છે કે, ઠંડી, સૂર્ય અથવા વરસાદની પરવા કર્યા વિના, યુપી, હરિયાણા અને પંજાબના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેઓ (કેન્દ્ર) કહે છે કે આ પંજાબના ખેડૂત છે. શું પંજાબ પાકિસ્તાન છે? તેઓ “આપણા પોતાના છે.”

 

પવારે દાવો કર્યો હતો કે પંજાબ, હરિયાણા અને દેશના અન્ય ભાગોમાંથી હજારો ખેડૂત વિરોધ કરી રહેલા ત્રણ કૃષિ કાયદાને સંસદમાં બહુ ચર્ચા કર્યા વિના પસાર કરવામાં આવ્યા હતા. એનસીપી સુપ્રીમોના મતે કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર વિપક્ષની માંગને ખેતીના કાયદા અંગે ચર્ચા કરવા દેતી નહોતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati