અહીં 18 જિલ્લાઓમાં હવે ઘરે કોરોનાની સારવાર બંધ, કોરોના પોઝિટિવ દર્દીએ ફરજિયાત જવું પડશે આઈસોલેશન સેન્ટર

|

May 25, 2021 | 4:08 PM

કોરોના દર્દીઓએ હવે ફરજિયાત આઈસોલેશન સેન્ટરમાં જવું પડશે. કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દી ઘરે રહીને સારવાર નહીં કરાવી શકે.

અહીં 18 જિલ્લાઓમાં હવે ઘરે કોરોનાની સારવાર બંધ, કોરોના પોઝિટિવ દર્દીએ ફરજિયાત જવું પડશે આઈસોલેશન સેન્ટર
સાંકેતિક તસ્વીર

Follow us on

Maharashtra: કોરોનાના (Coronavirus) સંકટમાં  મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હોમ આઈસોલેશનમાં (Home Isolation) સારવાર કરાવવા પર રોક લગાવી દેવામાં આવી છે. કોરોના દર્દીઓએ હવે ફરજિયાત આઈસોલેશન સેન્ટરમાં જવું પડશે. કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દી ઘરે રહીને સારવાર નહીં કરાવી શકે.

 

આપને જણાવી દઈએ કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી છે. બીજી લહેરમાં હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. ધીમે ધીમે કેસ પણ ઓછા થઈ રહ્યા છે, તે જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackrey) સરકારે આ નિર્ણય લીધો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

હોમ આઈસોલેશન બંધ કરવાનો લેવાયો નિર્ણય 

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અમે વધારે પોઝિટિવિટી રેટ વાળા 18 જિલ્લાઓમાં  હોમ આઈસોલેશન બંધ કરવનો નિર્ણય લીધો છે. આ જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓને ક્વોરન્ટીન સેન્ટરમાં જવું પડશે. હોમ આઈસોલેશનની મંજૂરી નહીં હોય.

 

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે કોરોના પર એક રિવ્યુ મીટિંગ કરી હતી અને મીટિંગમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર સાથે આરોગ્ય મંત્રી રાજેશ ટોપે પણ હાજર હતા. જો કે હોમ આઈસોલેશનને લઈ હજી વધુ વિગતો સામે આવી નથી.

 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 56,02,019 કેસ

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 22,122 નવા કેસ નોંધાયા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 56,02,019 થઈ છે. આ સિવાય 361 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા 89,212 સુધી પહોંચી ગઈ છે.

 

આ પણ વાંચો: Surat: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાને બદલે લાભાર્થીઓને મળી રહી છે ફક્ત તારીખ પર તારીખ

Next Article