Maharashtra: પાલઘરના તારાપુરની કપડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ, બોઈલર ફાટતાં 1 મજૂરનું મૃત્યુ અને ચાર ઘાયલ

|

Sep 05, 2021 | 9:31 AM

વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

Maharashtra: પાલઘરના તારાપુરની કપડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ, બોઈલર ફાટતાં 1 મજૂરનું મૃત્યુ અને ચાર ઘાયલ
વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો - પ્રતિકાત્મક તસવીર

Follow us on

Maharashtra: પાલઘરના તારાપુર MIDCમાં આવેલી કપડા બનાવતી ફેક્ટરી જખરીયા લિમિટેડ કંપનીમાં બોઇલર ફાટતાં એક મજૂરનું મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. બ્લાસ્ટ બાદ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોમાંથી 2 ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આગની તીવ્રતા અને ઘાયલોની હાલત જોઈને મૃત્યુઆંક વધી શકે છે.

મળતી માહિતી મુજબ, પાલઘરની તારાપુર (Tarapur, Palghar) MIDC માં પ્લોટ J-1 માં આવેલી કંપની જખરીયા લિમિટેડમાં સવારે 6 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી અને લગભગ અઢી કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને કાબૂમાં લાવવામાં આવી હતી. હાલમાં આગને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. સુચના મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. સદનસીબે સવારે ફેક્ટરીમાં ઓછા લોકો હતા, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. હાલમાં ફેક્ટરીમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કાપડ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બે મજૂરોના મોત થયા હતા
એક દિવસ પહેલા, શનિવાર, 4 સપ્ટેમ્બરના રોજ, વહેલી સવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર ઔદ્યોગિક વિસ્તારમાં કાપડના કારખાનામાં થયેલા વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.

જખરીયા ઇન્ડસ્ટ્રીઝ સવારે 5:50 કલાકે આ બનાવ બન્યો હતો. વિસ્ફોટ ‘થર્મલ ફ્લુઇડ હીટર’માં થયો, જેનો ઉપયોગ ગરમ થર્મલ પ્રવાહીને સુકા કપડાંમાં ફરવા માટે કરવામાં આવતો હતો. હાલમાં ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ મિથિલેશ રાજવંશી (34) અને છોટેલાલ સરોજ (36) તરીકે થઈ છે. બળી જવાથી બંનેના મોત થયા હતા.

 

આ પણ વાંચો: ટ્રેનમાં ચડ્ડી બનીયાનમાં ફરતા MLA પર FIR, સહયાત્રીઓ સાથે ગેરવર્તન સહિત મારપીટના લાગ્યા આરોપ

આ પણ વાંચો: Haryana : ભૂતપૂર્વ CM ઓપી ચૌટાલાએ ધોરણ 10ની અંગ્રેજી વિષયની પરીક્ષા કરી પાસ, જાણો કેટલા માર્કસ મેળવ્યા !

Next Article