ટ્રેનમાં ચડ્ડી બનીયાનમાં ફરતા MLA પર FIR, સહયાત્રીઓ સાથે ગેરવર્તન સહિત મારપીટના લાગ્યા આરોપ

ધારાસભ્ય રાજેન્દ્ર નગરથી નવી દિલ્હી જતી તેજસ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરતી વખતે અન્ડરવેર અને બનિયાન પહેરીને ફરતા હતા.

ટ્રેનમાં ચડ્ડી બનીયાનમાં ફરતા MLA પર FIR, સહયાત્રીઓ સાથે ગેરવર્તન સહિત મારપીટના લાગ્યા આરોપ
MLA Gopal Mandal photo viral on Social Media

Bihar ના ભોજપુરથી જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલ (JDU Gopal Mandal) વિરુદ્ધ આરા જીઆરપી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ધારાસભ્ય રાજેન્દ્ર નગરથી નવી દિલ્હી જતી તેજસ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરતી વખતે અન્ડરવેર અને બનિયાન પહેરીને ફરતા હતા. આ દરમિયાન તેણે એક મુસાફર સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. હવે આ મામલે જેડીયુના ધારાસભ્ય સહિત 4 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં ઝીરો એફઆઇઆર, નવી દિલ્હીથી પોલીસ અધિક્ષક, રેલ વિકાસ બર્મનને ઇમેઇલ દ્વારા અરજી મળી છે. એસપી, રેલ વિકાસ બર્મનની સૂચના પર જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલ સહિત 4 લોકો સામે આરા જીઆરપીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

લૂંટ અને જાતિવાદી શબ્દો બોલવાનો આરોપ
બીજી બાજુ, પટના ઝોનના રેલવે એસપી વિકાસ બર્મને કહ્યું કે ફરિયાદી પ્રહલાદ પાસવાન પર હુમલો, સોનાના દાગીનાની લૂંટ, અપમાન અને જાતિના શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ કેસમાં સાક્ષીઓને જુબાની આપવા માટે બોલાવવાનો પ્રયાસ કરી રહી છે. જહાનાબાદના રહેવાસી પ્રહલાદ પાસવાને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પોતાની લેખિત અરજીમાં જણાવ્યું છે કે 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ 8.30 વાગ્યે આ ટ્રેન આરાના બિહિયાન સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી.

નીરજ કુમાર મંડલ ઉર્ફે ગોપાલ મંડલ તેના ત્રણ સાથીઓ સાથે મુસાફરી કરી રહ્યો હતો. ધારાસભ્ય વેસ્ટ અને અન્ડરવેર પહેરીને બાથરૂમમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન મેં કહ્યું કે આ ટ્રેનમાં મહિલાઓ પણ મુસાફરી કરી રહી છે માટે વ્યવસ્થિત કપડાં પહેરો.

સોનાની વીંટી લૂંટવાનો આરોપ
આ બાબતે ધારાસભ્ય ગુસ્સે થયા અને ટ્રેનમાં બેઠેલા તેમના સાથીઓને બોલાવ્યા હતા અને ફરિયાદી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. ફરિયાદિની બે સોનાની ચેઇન અને બંને હાથની આંગળી પર સોનાની વીંટી છીનવી લીધાનો આરોપ છે અને તેને જાતિવાદી શબ્દો કહ્યા હતા. આખી ટ્રેનમાં લોકો સામે તેને અપમાનિત કરી તેના મોઢા પર ગંદુ પાણી ફેંકયુ હતું. ધારાસભ્ય સહિત દરેક દારૂના નશામાં હતા. અંતે ટ્રેનમાં જઈ રહેલા લોકોએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.

 

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: નોઇડાના ડીએમ સુહાસ યથિરાજે બેડમિન્ટનની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati