સુપ્રિમ કોર્ટની ચૂંટણી પંચને ટકોર, ડોકટરની કડવી દવાની માફક લો મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી

ચૂંટણી પંચની ( Election Commission ) રીટ ઉપર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કડકાઈભરી ટકોર કરતા કહ્યુ મદ્રાસ હાઈકોર્ટની વાત હકારાત્મક રીતે લો, ચૂકાદો રાખ્યો અનામત

સુપ્રિમ કોર્ટની ચૂંટણી પંચને ટકોર, ડોકટરની કડવી દવાની માફક લો મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી
સુપ્રિમ કોર્ટની ચૂંટણી પંચને ટકોર, ડોકટરની કડવી દવાની માફક લો મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીને
Follow Us:
| Updated on: May 03, 2021 | 1:39 PM

કેન્દ્રીય ચૂંટણી પંચે ( Election Commission ) કરેલી રીટની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે (Supreme Court ), ચૂંટણી પંચને ટકોર કરતા કહ્યુ છે કે, મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court ) કરેલ ટકોરને હકારાત્મક રીતે લો, અને ડોકટર દ્વારા અપાતી કડવી દવાની માફક ગળી જાવ. જો કે સુપ્રિમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરાયેલ રીટનો ચૂકાદો અનામત રાખ્યો છે. મદ્રાસ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસ સંદર્ભે મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચને ટાકીને એવી ટકોર કરી હતી કે, કોરોનાની બીજી લહેરમાં યોજાઈ રહેલી ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ સામે હત્યાનો કેસ ચલાવવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટની આ ટિપ્પણી સામે કેન્દ્રીય ચૂંટણી પંચે, સુપ્રિમ કોર્ટમાં રીટ કરીને મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીને પડકારી હતી.

રીટની સુનાવણી દરમિયાન, જસ્ટીસ ચંદ્રચુડે કહ્યુ કે, અમે જાણીએ છીએ કે હત્યાનો આરોપ લાગવાથી તમે હેરાન પરેશાન છો. હુ મારી વાત કરુ તો હુ આવી ટિપ્પણી ના કરુ. પરંતુ હાઈકોર્ટ લોકોના અધિકારને સુરક્ષા આપવા માટે મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે જસ્ટીસ શાહે કહ્યું કે, મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીને તમે એવી રીતે લો, જાણે એક ડોકટરે તમને કડવી દવા આપી છે.

કોરોનાની વર્તમાન બીજી ભયાનક લહેરની વચ્ચે ચૂંટણી યોજવા અંગે મદ્રાસ હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, કેન્દ્રીય ચૂંટણી પંચ સામે હત્યાનો કેસ ચલાવવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટની આ ટિપ્પણી સામે કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં રીટ કરી હતી અને કહ્યુ હતું કે ચૂંટણી કરવી એ અમારી બંધારણીય ફરજ છે. એક બંધારણીય સંસ્થાનું બીજી બંધારણીય સંસ્થા ઉપર ટિપ્પણી કરવી યોગ્ય નથી.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલી રીટની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે, મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓને હકારાત્મક રીતે લેવી જોઈએ. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે મીડિયા રિપોર્ટીગ બાબતે પણ કહ્યું છે કે, કોર્ટમાં જે કામગીરી થાય છે તેનું જ રીપોર્ટીગ થાય છે. જો કે સુપ્રિમ કોર્ટે,(Supreme Court ), કેન્દ્રીય ચૂંટણી પંચની અરજી ( Writ petition ) ઉપર સુનાવણી હાથ ધરી છે. પરંતુ આ અરજી ઉપરનો ચૂકાદો હાલ અનામત ( Judgment reserved )રાખ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">