Madhya Pradesh: જબલપુરની ખાનગી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, દર્દી અને નર્સિંગ સ્ટાફ સહિત 8 થી વધારે લોકોના મોત

|

Aug 01, 2022 | 5:09 PM

આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. હોસ્પિટલમાં આગના (Fire In Hospital) સમાચાર મળતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જબલપુરના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી.

Madhya Pradesh: જબલપુરની ખાનગી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, દર્દી અને નર્સિંગ સ્ટાફ સહિત 8 થી વધારે લોકોના મોત
Fire In Hospital - Jabalpur

Follow us on

મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં (Jabalpur) એક હોસ્પિટલમાં આગ (Fire In Hospital) લાગવાથી 8 દર્દીઓના મોત થયા છે. આ હૃદયદ્રાવક ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલની છે. આગના સમાચાર મળતા જ સમગ્ર હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી. સર્વત્ર અરાજકતાનો માહોલ હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

કાઉન્સિલરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. હોસ્પિટલમાં આગના સમાચાર મળતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જબલપુરના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. કાઉન્સિલરના જણાવ્યા અનુસાર દર્દીઓની સાથે બે નર્સિંગ સ્ટાફ પણ મૃત્યુ પામેલાઓમાં સામેલ છે. બાકીના ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હોસ્પિટલમાં આગમાં 8 થી વધારે લોકોના મોત થયા

આગની ઘટના જબલપુરની ન્યુ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની છે. જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર જગત બહાદુર સિંહ અન્નુએ 8 થી 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ હોસ્પિટલ જબલપુરના દમોહ નાકાના શિવ નગર પાસે છે. હોસ્પિટલમાં આગના સમાચાર મળતા જ સર્વત્ર અરેરાટી ફેલાઈ ગઈ હતી. કલેક્ટર એસપી સહિતનો વહીવટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.

 

 

સીએમ શિવરાજે ઘટના પર શોક વ્યક્ત કર્યો

સીએમ શિવરાજ સિંહે આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તે સ્થાનિક પ્રશાસન અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છે. મુખ્ય સચિવને સમગ્ર મામલામાં નજર રાખવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, આ ઘટનામાં ઘણા લોકો દાઝી ગયા છે. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો કરી રહ્યું છે.

Next Article