આજથી મોંઘું થયું કોમર્શિયલ LPG સિલિન્ડર, જુઓ અહીં નવા ભાવ

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે હવે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયા થઈ ગઈ છે.

આજથી મોંઘું થયું કોમર્શિયલ LPG સિલિન્ડર, જુઓ અહીં નવા ભાવ
LPG cylinder price increase
Follow Us:
| Updated on: Sep 01, 2024 | 6:59 AM

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ શનિવારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સંશોધિત દરો મુજબ આજથી કિંમતોમાં રૂપિયા 39નો વધારો કરવામાં આવ્યો છે. વધારા સાથે હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1691.50 રૂપિયામાં મળશે.

જો કે થોડી રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા બાદ હવે નવા દરો પણ બહાર આવ્યા છે.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

દિલ્હીમાં ભાવમાં રૂપિયા 39નો વધારો થયો છે

નવા દરો અનુસાર આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયા થઈ ગઈ છે.

(Credit Source : @ANI)

મુંબઈ-કોલકાતામાં ભાવ શું છે?

ઈન્ડિયન ઓઈલ કંપની (IOCL)ની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો 1લી સપ્ટેમ્બર એટલે કે આજથી અમલમાં આવ્યો છે. જે બાદ મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1644 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1605 રૂપિયા હતી.

જ્યારે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયાથી વધીને 1802.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં આ સિલિન્ડર હવે 1855 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 1817 રૂપિયા હતી.

ઓગસ્ટમાં પણ વધારો જોવા મળ્યો હતો

આ પહેલા ઓગસ્ટમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 8.50 રૂપિયા મોંઘા થયા હતા. જે બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે.

જુલાઈમાં ભાવમાં ઘટાડો થયો હતો

જો કે બે મહિના પહેલા 1 જુલાઈના રોજ ઓઈલ કંપનીઓએ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. તે દરમિયાન દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1646 રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે કોલકાતામાં 1756 રૂપિયા, ચેન્નાઈમાં 1809.50 રૂપિયા અને મુંબઈમાં 1598 રૂપિયા થઈ ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">