AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોબાઈલ એપ દ્વારા લોકોને છેતરનાર ચીનના લિયુ યી સામે લુકઆઉટ નોટીસ જાહેર

ઓડિશા ડીઆઈજી જેએન પંકજે જણાવ્યું હતું કે EOW એ લિયુ યી વિરુદ્ધ IPCની વિવિધ કલમો અને IT એક્ટની કલમ 66D હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી કોકો લોન જોજો લોન ગોલ્ડન લાઈટનિંગ લોન જેવી અનેક ગેરકાયદેસર મોબાઈલ લોન એપ ચલાવતો હતો.

મોબાઈલ એપ દ્વારા લોકોને છેતરનાર ચીનના લિયુ યી સામે લુકઆઉટ નોટીસ જાહેર
lookout notice has been issued against Liu Yi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 8:51 AM
Share

ઓડિશા પોલીસની આર્થિક ગુના શાખા EOW ની વિનંતી પર, ઇમિગ્રેશન બ્યુરોએ મોબાઇલ લોન એપ્લિકેશન કૌભાંડમાં ચીનના નાગરિક લિયુ યી (Liu Yi) વિરુદ્ધ લુકઆઉટ પરિપત્ર જાહેર કર્યો છે. ઓડિશાના ડીઆઈજી જેએન પંકજે આ કેસની માહિતી આપતા કહ્યું, ‘EOW એ લિયુ યી વિરુદ્ધ IPCની વિવિધ કલમો અને IT એક્ટની કલમ 66D હેઠળ કેસ નોંધ્યો છે. તે કોકો લોન (KOKO Loan), જોજો લોન (JOJO Loan), ગોલ્ડન લાઈટનિંગ લોન (Golden Lightning Loan), સિલ્વર ક્રેડિટ લોન, ગોલ્ડ કેશ લોન, સ્પીડી રુપી લોન જેવી અનેક ગેરકાયદેસર મોબાઈલ લોન એપ્સ ચલાવતો હતો.

લિયુ યીએ ભારતમાં પોતાનો ગેરકાયદેસર ધંધો બેંગ્લોરથી શરૂ કર્યો હતો

નોંધપાત્ર વાત એ છે કે, એક જ એપને 1.5 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એવી શંકા છે કે તેણે દેશભરમાં લાખો લોકોને છેતર્યા છે. તેણે ખાસ કરીને નાની લોનની જરૂરિયાત ધરાવતા નીચલા-મધ્યમ વર્ગના લોકોને છેતર્યા છે. લીયુ યી એ 2019 માં બેંગ્લોરથી ભારતમાં તેનો ગેરકાયદેસર વ્યવસાય શરૂ કર્યો હતો. તેની મૂળ કંપની હેંગઝોઉ ચીનમાં જિયાનબિંગ ટેકનોલોજી હતી. તે ઓમલેટ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે, પરંતુ પરોક્ષ રીતે આઈડબ્લ્યુટી ઈન્ડિયા, ઓશન ટ્રેડિંગ, યલો ટ્યુન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ અને ટેકલાઈટ ડેવલપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સહિતની કંપનીઓની માલિકી ધરાવે છે.

આ કૌભાંડમાં વધુ બે લોકો લિયુ યીને ટેકો આપતા હતા

EOW અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા બે વધુ ચીની વ્યક્તિઓ છે જેમણે તેના કૌભાંડમાં તેને મદદ કરી હતી. તેઓ તેમના કર્મચારીઓ અથવા કોઈપણ નબળા અથવા જરૂરિયાતમંદ લોકોને શેલ કંપનીઓના ડિરેક્ટર બનાવતા હતા પરંતુ હક્કીતમાં તેઓ કંપનીઓ અને બેંક ખાતાઓને નિયંત્રિત કે ઓપરેટ કરતા હતા. તેઓએ લોન લેનારાઓને ધમકાવવા માટે ઘણા કોલ સેન્ટરો પણ ગોઠવ્યા હતા.

EOW એ વધુમાં ઉમેર્યું હતું કે, “આશંકા છે કે આ લોકો અન્ય દેશોમાં પણ ખાસ કરીને થાઈલેન્ડમાં આવી ગેરકાયદે લોન એપ ચલાવી રહ્યા છે. EOW ના પ્રકાશન મુજબ, તેણે Yi ના પાંચ સાથી આરોપીઓની પણ ધરપકડ કરી છે અને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ઘણા રાજ્યોમાં પોલીસના સંપર્કમાં છે. EOW એ મુંબઈ, બેંગ્લોર અને દિલ્હીમાં દરોડા પાડ્યા છે અને રૂ. 6.57 કરોડથી વધુની સંપત્તિના વ્યવહારને અવરોધિત કર્યા છે.

વધુ પડતા વ્યાજ સાથે રકમ પરત કરવાની ધમકી આપી હતી

એકવાર આ નકલી લોન એપ કોઈના મોબાઈલ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ થઈ જાય પછી ગ્રાહકના બેંક ખાતામાં 3,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીની નાની રકમ જમા થઈ જાય છે. એકવાર ગ્રાહકના બેંક ખાતામાં રકમ જમા થઈ જાય પછી, ગ્રાહક કે લોન લેનારાને એક સપ્તાહની અંદર અતિશય વ્યાજ દર સાથે રકમ ચૂકવવાનું કહેવામાં આવતુ હતુ.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">