દમણમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે શરૂ કરી ધમધમાટ, ઓબીસી સેલના રાષ્ટ્રીય કોડિનેટરે કરી બેઠક

દમણમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે શરૂ કરી ધમધમાટ, ઓબીસી સેલના રાષ્ટ્રીય કોડિનેટરે કરી બેઠક

સંઘપ્રદેશ દમણમાં પણ આવનાર લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે..દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લગતી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.. આજે દમણમાં પ્રદેશ કોંગ્રેસની ઓબીસી સેલ ની એક મહત્વની બેઠક મળી હતી ..જેમાં કોંગ્રેસના ઓબીસી સેલ ના  રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર રાનીશ્રી રોય ઉપસ્થિતિ રહ્યા હતા.. સાથે જ  આ બેઠકમાં દમણ દીવ કોંગ્રેસ […]

Sachin Kulkarni

| Edited By: Parth_Solanki

Feb 03, 2019 | 1:22 PM

સંઘપ્રદેશ દમણમાં પણ આવનાર લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે..દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લગતી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.. આજે દમણમાં પ્રદેશ કોંગ્રેસની ઓબીસી સેલ ની એક મહત્વની બેઠક મળી હતી ..જેમાં કોંગ્રેસના ઓબીસી સેલ ના  રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર રાનીશ્રી રોય ઉપસ્થિતિ રહ્યા હતા..

સાથે જ  આ બેઠકમાં દમણ દીવ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ અને દમણ દીવ કોંગ્રેસ ના ઓબીસી સેલ ના પ્રદેશ પ્રમુખ હરેશ  પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.આ બેઠકમાં આવનાર સમયમાં લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. સાથેજ આવનાર દિવસોમાં ચૂંટણીને લઇ રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી..અને દમણ ના ડાભેલ વિસ્તાર માં એક રેલી પણ યોજી હતી..

જો કે આ બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના ઓબીસી સેલના રાષ્ટ્રીય કોડિનેટર  રાનીશ્રી  રોય   એ  આડકતરી રીતે આ વખતે દમણ-દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતન પટેલને જીતાડવા માટે હાકલ કરી હતી… તો કેતન પટેલે પણ આવનાર દિવસોમાં પ્રદેશમાં લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ સંપૂર્ણ સજજ  હોવાનું જણાવ્યું હતું ..અને પાર્ટી આદેશ કરશે તો પોતે પણ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ તૈયાર છે.. તેવો મત વ્યક્ત કરતા.કેતન પટેલ ના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાઇ ગયો છે..

મહત્વપૂર્ણ છે કે ..થોડા સમય અગાઉ સેલવાસ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ જાહેર મંચ પરથી દમણ દીવ અને દાદરા નગર હવેલી ની બેઠકો  પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદો દમણ ના લાલુભાઇ પટેલ અને દાદરા નગર હવેલી ના નટુભાઈ પટેલ ને ફરી એક વખત જંગી લીડ થી જીતાડવા માટે જાહેર મંચ પર થી કાર્યકર્તાઓ ને આહવાન કર્યું હતું..ત્યારે અત્યાર સુધી   બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ લગભગ નક્કી જ  છે.તો હવે કોંગ્રેસમાં પણ દમણ દીવ બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે પ્રદેશ પ્રમુખ  કેતન પટેલનું નામ જોરશોરથી ચાલી રહ્યું છે ..આથી આ વખતે દમણ દીવ બેઠક પર ભાજપ ના લાલુભાઇ પટેલ અને કોંગ્રેસ ના કેતન પટેલ ફરી એક વખત લોકસભા ના જંગ માં આમને સામાન આવશે તેવા સંજોગો સર્જાયા છે.જેને લઇને રાજકીય માહોલ  પણ ગરમાયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati