AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને માંડ માંડ જીત મળી હતી, શું આ વખતે સ્મૃતિ ઈરાની કરી શકશે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીની હાઈ પ્રોફાઈલ બેઠક પરથી સીધી ટક્કર આપવા માટે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જે સાથે 2014ની જેમ આ વખતે પણ યૂપીની આ બેઠક પર સમગ્ર દેશ અને દુનિયાની નજર બની રહેશે. 2014ની લોકસભાની ચૂંટણમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જબરદસ્ત ટક્કર આપી […]

અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને માંડ માંડ જીત મળી હતી, શું આ વખતે સ્મૃતિ ઈરાની કરી શકશે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત ?
| Updated on: Mar 22, 2019 | 3:59 AM
Share

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીની હાઈ પ્રોફાઈલ બેઠક પરથી સીધી ટક્કર આપવા માટે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જે સાથે 2014ની જેમ આ વખતે પણ યૂપીની આ બેઠક પર સમગ્ર દેશ અને દુનિયાની નજર બની રહેશે.

2014ની લોકસભાની ચૂંટણમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જબરદસ્ત ટક્કર આપી હતી અને તેમના જીતના અંતરને ઓછું કરી દીધુ હતું. 2014મા રાહુલ ગાંધીને 4,08,651 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 3,00,074 મત મળ્યા હતા. જેના કારણે જીતનું અંતર 1,07,000 મતનું જ રહ્યું હતું. જ્યારે 2009માં કોંગ્રેસ અધ્યક્ષની જીતનું અંતર 3,50,000થી પણ વધારે રહ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે કોંગ્રેસ અધ્યક્ષને અમેઠીમાં ઘેરવા માટે ઘણાં પ્રયત્ન કર્યા છે. ચૂંટણીમાં હારનો સામનો કરવાં છતાં સ્મૃતિ ઈરાની વારંવાર અમેઠીનો પ્રવાસ કરતી રહી અને પોતાને અમેઠીની દીકરી ગણાવી હતી. સ્મૃતિ ઈરાનીએ અહીં કેટલીએ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા છે.

એટલું જ નહીં અમેઠીના લોકોનું પણ એવું કહેવું છે કે, તેમના કારણે રાહુલ ગાંધી અમેઠી આવવા લાગ્યા, નહીં તો તે પાંચ વર્ષમાં એક વકત ચૂંટણી સમયે જ અહીં આવતા હતા. અમેઠી લોકસભા સીટ હેઠળ પાંચ વિધાનસભા સીટો આવે છે. આમાં અમેઠી જિલ્લાની તિલોઈ, જગદીશપુર, અમેઠી અને ગૌરીગંજ સીટો સામેલ છે.

આ પણ વાંચો : અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદાર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદાર કઇ રીતે ?

અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 5 સીટોમાંથી 4 સીટો પર ભાજપ અને માત્ર એક સીટ પર એસપીને જીત મળી હતી. જોકે, સપા-કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. અમેઠી સંસદીય સીટોને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર અત્યાર સુધીમાં 16 લોકસભા ચૂંટણી અને 2 ઉપચૂંટણી થઈ. જેમાંથી કોંગ્રેસ 16 વખત જીત નોંધાવી ચુકી છે. જ્યારે 1977માં લોકદળ અને 1998માં ભાજપને જીત મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">