મોટો દાવો : કાશ્મીરના જંગલોમાં છુપાયેલો છે પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઇંડ અબ્દુલ રાશિદ ગાઝી, લોકેશન TRACE, શોધખોળ શરુ

|

Feb 17, 2019 | 8:36 AM

પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇંડ ગણાતા અબ્દુલ રાશિદ ગાઝીનું લોકેશન ટ્રેસ થઈ ગયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. TV9 Gujarati   Web Stories View more ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો […]

મોટો દાવો : કાશ્મીરના જંગલોમાં છુપાયેલો છે પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઇંડ અબ્દુલ રાશિદ ગાઝી, લોકેશન TRACE, શોધખોળ શરુ

Follow us on

પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇંડ ગણાતા અબ્દુલ રાશિદ ગાઝીનું લોકેશન ટ્રેસ થઈ ગયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

TV9 Gujarati

 

ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

સૂત્રોએ જણાવ્યું કે સૈન્ય ખુફિયા એજંસીઓએને આ આતંકી હુમલાના માસ્ટરમાઇંડ આતંકવાદી ગાઝી પુલવામા કે ત્રાલના જંગલોમાં મોજૂદ હોવાની માહિતી મળી છે. આતંકી ગાઝીનું લોકેશન ટ્રેસ કરી લેવાયું છે. કહેવાય છે કે ગાઝીને જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે મોકલ્યો હતો. સલામતી દળોએ ગાઝીની શોધખોળ આદરી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું કે એજંસીઓને પુલવામા આતંકી હુમલાથી એક મહિના પહેલા ખુફિયા માહિતી મળી હતી કે જૈશ એ મોહમ્મદ કોઇક મોટા હુમલાની ફિરાકમાં છે, પરંતુ એજંસીઓએ આ હુમલાનો તાગ મેળવવામાં નિષ્ફળ નવડી. જૈશ એ મોહમ્મદ (JEM)માં જોડાયેલા લગભગ 70 આતંકવાદીઓમાંથી એક આદિલ અહેમદ ડાર કૅટેગરી Cનો આતંકવાદી હતો. ડારે જ ગત ગુરુવારે CRPFના કાફલામાં સામેલ વાહનોને વિસ્ફોટકથી ભરેલી કારથી ટક્કર મારી આતંકી હુમલાનો અંજામ આપ્યો હતો.

ગાઝી જૈશ એ મોહમ્મદનો આતંકવાદી છે અને પાકિસ્તાનમાં રહે છે. અફઘાન લડાઈમાં સામેલ રહેનારો ગાઝી IED EXPERT મનાય છે. સલામતી એજન્સીઓ ગાઝીની શોધમાં લાગી ગઈ છે. ગાઝી હાલ કાશ્મીરના જંગલોમાં સંતાયેલો હોવાની બાતમી મળી છે.

જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે પોતાના ભત્રીજા ઉસ્માન અને ભાણિયા તલ્હા રશીદના મોતનો બદલો લેવા માટે ગાઝીની પસંદગી કરી હતી. તલ્હાને નવેમ્બર-2017માં પુલવામા ખાતે અને ઉસ્માનને ઑક્ટોબર-2018માં ત્રાલ ખાતે સલામતી દળોએ ઠાર કર્યા હતાં.

POKમાં ટ્રેનિંગ આપે છે ગાઝી

અબ્દુલ રશીદ ગાઝી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. જાણવા મળે છે કે ગાઝી ડિસેમ્બર-2018માં પોતાના બે સાથીઓ સાથે કાશ્મીરમાં દાખલ થયો હતો. તે પુલવામાના એક વિસ્તારમાં સંતાયેલો હતો. ગાઝી એક એક્સપર્ટ ટ્રેનર છે અને તેને સ્થાનિક આતંકીઓને ટ્રેઇન કરવાની જવાબદારી સોંપાઈ હતી.

[yop_poll id=1478]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 8:40 am, Sat, 16 February 19

Next Article