બિહારમાં વીજળી પડવાથી વધુ 8 ના મોત, CM નીતિશ કુમારે સહાયની કરી જાહેરાત

|

Sep 03, 2022 | 7:53 AM

મુખ્યમંત્રી નીતિશ કુમારે (CM Nitish Kumar) દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ આ સંકટની ઘડીમાં પીડિત પરિવારની સાથે છે.

બિહારમાં વીજળી પડવાથી વધુ 8 ના મોત, CM નીતિશ કુમારે સહાયની કરી જાહેરાત
Lightning strike (File Photo)

Follow us on

બિહારમાં (Bihar) વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે. બીજી તરફ મુખ્યમંત્રી નીતિશ કુમારે (CM Nitish Kumar) દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ આ સંકટની ઘડીમાં પીડિત પરિવારની સાથે છે. આ સાથે મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાય આપવાનો આદેશ પણ આપ્યો છે.

સતર્ક રહેવા મુખ્યમંત્રીની અપીલ

આ સાથે મુખ્યમંત્રીએ લોકોને વરસાદ, વાવાઝોડા અને ખરાબ હવામાનમાં સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ (Disaster Management) દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનું પાલન કરો અને ખરાબ હવામાન પછી ઘરે રહો અને સુરક્ષિત રહેવાનુ જણાવ્યુ છે.

આકાશી આફત અટકવાનું નામ નથી લઈ રહી

બિહારમાં ચોમાસાની (Monsoon 2022)  સિઝનમાં આકાશી આફત અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે પણ વીજળી પડવાથી 7 લોકોના મોત થયા હતા. રોહતાસ જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ થયા છે, પૂર્ણિયામાં ચાર, જ્યારે નવાદામાં એક વ્યક્તિનું મોત થયું છે. નવાદા જિલ્લાના બે ગામમાં નવ લોકો દાઝી ગયા છે. આ તમામને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોહતાસમાં, ચેનારી પોલીસ સ્ટેશન વિસ્તારના બાદલગઢ ગામના કાલી સ્થાનની નજીક એક વ્યક્તિ જે જંગલની ધાર પર ઢોર ચરાવી રહ્યો હતો, એ દરમિયાન વીજળી પડતા તે મોતને ભટ્યો હતો. તો કૈમુર જિલ્લાના અધૌરા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક સાલેયા ગામના રહેવાસી અમન કુમાર યાદવનું નૌહટ્ટા પોલીસ સ્ટેશન વિસ્તારની પહાડી પર સ્થિત સલમા ગામના જંગલમાં તેનુ મોત થયું હતું. આ સાથે નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના જાલીમટોલા ગામ પાસે વીજળી પડવાથી ઝાડ નીચે ઉભેલા પિતા-પુત્રના મોત થયા હતા.

Published On - 7:53 am, Sat, 3 September 22

Next Article