લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નવા નોર્ધન આર્મી કમાન્ડર તરીકે નિયુક્ત, લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશીની લીધી જગ્યા
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ડિસેમ્બર 1984માં જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સની 18મી બટાલિયનમાં યુવા અધિકારી તરીકે જોડાયા હતા.

ઉત્તરી આર્મી કમાન્ડર (Northern Army commander) તરીકે નિયુક્ત થયેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Lt Gen Upendra Dwivedi) એ સોમવારે જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ અને લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટના કર્નલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી (Lt Gen YK Joshi) નું સ્થાન લીધું છે, જેમનો કાર્યકાળ આજે એટલે કે 31મી જાન્યુઆરીએ પૂરો થયો છે.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ડિસેમ્બર 1984માં જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સની 18મી બટાલિયનમાં યુવા અધિકારી તરીકે જોડાયા હતા. તેઓ અત્યાર સુધી સેનામાં ઘણા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. 36 વર્ષની તેમની કારકિર્દીમાં, તેમણે કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરવા તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં રાષ્ટ્ર વિરોધી શક્તિઓનો સામનો કરવા માટે અનેક અભિયાનો ચલાવ્યા છે.
Delhi | Newly-appointed Northern Army commander Lt Gen Upendra Dwivedi took over as the Colonel of the Jammu & Kashmir Rifles & Ladakh Scouts Regiments from Lt Gen YK Joshi who superannuated today pic.twitter.com/s93dnQQ6Yc
— ANI (@ANI) January 31, 2022
કેન્દ્ર સરકારે બે નવા કમાન્ડરોની નિમણૂક કરી હતી
કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સેનાના ઉત્તર અને પૂર્વ કમાન્ડ માટે નવા કમાન્ડરોની નિમણૂક કરી હતી. લેફ્ટનન્ટ જનરલ આર.પી. કલિતાને કોલકાતામાં નવા પૂર્વ આર્મી કમાન્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા ઉત્તરી આર્મી કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અગાઉ 22 જાન્યુઆરીએ, વાય.કે. જોશીએ જમ્મુ અને કાશ્મીરમાં ઉત્તરી કમાન્ડના મુખ્યાલયમાં કહ્યું હતું કે ઓપરેશન સ્નો લેપર્ડ હજુ પણ ચાલુ છે, સૈનિકો સતર્ક છે અને કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટનાને ટાળે છે. સેનાના ઉત્તરી કમાન્ડના ભૂતપૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશીએ પણ કહ્યું હતું કે લદ્દાખમાં વાતચીત દ્વારા સૈનિકો અને હથિયારો પાછા ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ છે.
તેમના સંબોધનમાં તેમણે કહ્યું, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખની સુરક્ષાના સંદર્ભમાં સંપૂર્ણ સમર્પણ સાથે અમારી ભૂમિકા ભજવી છે અને અમારી સંપૂર્ણ સર્વોપરિતા જાળવી રાખી છે. પછી તે LoC હોય, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC), વાસ્તવિક જમીન સ્થિતિ (AGPL) અથવા આંતરરાષ્ટ્રીય સરહદ (IB) હોય. તેમણે કહ્યું કે ઉત્તરી કમાન્ડના બહાદુર જવાનોએ દુશ્મનોની આક્રમક યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી.
આ પણ વાંચો: લેફ્ટનન્ટ જનરલ KJS ધિલ્લોન આજે થયા સેવા નિવૃત, ‘ટાઈની ધિલ્લોન’ તરીકે હતા પ્રખ્યાત
આ પણ વાંચો: Hindustani Bhau: કોણ છે હિન્દુસ્તાની ભાઉ, જેના કહેવાથી વિદ્યાર્થીઓ મુંબઈના રસ્તાઓ પર ઉતર્યા ? ધરપકડની અટકળો