સૌથી નાના સેટેલાઈટ SSLV-D1નું લોન્ચિંગ નિષ્ફળ, ઈસરોએ આપી જાણકારી

|

Aug 07, 2022 | 5:05 PM

ઈસરોએ રવિવારે સાંજે ઉપગ્રહ SSLV-D1 સાથે સંચાર ખોવાઈ જવાના સંબંધમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે સેટેલાઈટમાં રાખવામાં આવેલા ઉપગ્રહો હવે ઉપયોગમાં લેવા યોગ્ય નથી.

સૌથી નાના સેટેલાઈટ SSLV-D1નું લોન્ચિંગ નિષ્ફળ, ઈસરોએ આપી જાણકારી
ISRO

Follow us on

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સેટેલાઈટ સાથે સંપર્ક ખોરવાઈ જવાના કારણોની ઓળખ કરી છે. આ સાથે, ISRO એ વિશ્લેષણ અને સુધારાઓની ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ઈસરોએ રવિવારે સાંજે ઉપગ્રહ SSLV-D1 સાથે સંચાર ખોવાઈ જવાના સંબંધમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે સેટેલાઈટમાં રાખવામાં આવેલા ઉપગ્રહો હવે ઉપયોગમાં લેવા યોગ્ય નથી. સમસ્યા ઓળખવામાં આવી છે. ઉપરાંત, ઈસરોએ કહ્યું કે વિશ્લેષણ અને ભલામણ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

ઈસરોએ તેનું પ્રથમ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મિશન (SSLV) લોન્ચ કર્યું હતું. જેમાં એક ‘અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ’ અને એક ‘સ્ટુડન્ટ સેટેલાઇટ’એ ઉડાન ભરી હતી. આ ઐતિહાસિક મિશન શ્રીહરિકોટાના સ્પેસ લોન્ચ સેન્ટરથી હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ માહિતી આપી હતી કે SSLV રોકેટનું લોન્ચિંગ સફળ રહ્યું છે. રોકેટે બંને ઉપગ્રહો (EOS02 અને AzaadiSAT)ને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવ્યા, મિશનને યોગ્ય રીતે ચલાવ્યું. જે બાદ રોકેટ અલગ થઈ ગયું. ઈસરોએ વધુમાં કહ્યું, પરંતુ બંને ઉપગ્રહોમાંથી કોઈપણ પ્રકારનો ડેટા મળવો હવે બંધ થઈ ગયો છે.

નાના સેટેલાઇટ લોન્ચર સાથે પ્રથમ પ્રક્ષેપણ

PSLV, જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) દ્વારા સફળ મિશન પાર પાડવામાં વિશિષ્ટ સ્થાન બનાવ્યા પછી, ISROએ પ્રથમ પ્રક્ષેપણ નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનથી કર્યું, જેનો ઉપયોગ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં ઉપગ્રહો સ્થાપિત કરવા માટે થતો હતો. ઈસરોના વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાક સમયથી આવા નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે મિની લોન્ચ વ્હીકલના વિકાસમાં રોકાયેલા છે, જેનું વજન 500 કિલોગ્રામ સુધી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી શકાય છે. SSLV 34 મીટર લાંબુ છે, જે PSLV કરતા લગભગ 10 મીટર ઓછું છે અને PSLV ના 2.8 મીટરની સરખામણીમાં તેનો વ્યાસ બે મીટર છે. SSLVનું લિફ્ટ-ઓફ માસ 120 ટન છે, જ્યારે પીએસએલવી પાસે 320 ટન છે, જે 1,800 કિગ્રા સુધીના સાધનો લઈ જઈ શકે છે.

શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું

રવિવારના મિશનમાં, SSLV દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS02 અને AzaadiSAT મોકલવામાં આવ્યા હતા, જેને ‘સ્પેસ કિડ્સ ઇન્ડિયા’ની વિદ્યાર્થી ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય મિશનની સરખામણીમાં કાઉન્ટડાઉન 25 કલાકથી ઘટાડીને 5 કલાક કરવામાં આવ્યું હતું અને રવિવારે સવારે 9:18 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

Published On - 5:05 pm, Sun, 7 August 22

Next Article