AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેલ્લા 5 વર્ષમાં ભારતે વિદેશમાંથી 1.9 લાખ કરોડના હથિયારો ખરીદ્યા, સરકારે લોકસભામાં આપી માહિતી

કેન્દ્ર સરકારની રક્ષા પ્રણાલીને મજબૂત કરવા માટે આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી હથિયારો પર ભાર મુક્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે વિદેશમાંથી ડિફેન્સ હાર્ડવેરની પણ આયાત કરી છે.

છેલ્લા 5 વર્ષમાં ભારતે વિદેશમાંથી 1.9 લાખ કરોડના હથિયારો ખરીદ્યા, સરકારે લોકસભામાં આપી માહિતી
છેલ્લા 5 વર્ષમાં ભારતે વિદેશમાંથી 1.9 લાખ કરોડના હથિયારો ખરીદ્યાImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:39 AM
Share

ભારત સ્વદેશી હથિયારો પર સૌથી વધુ ભાર આપી રહ્યું છે. તેમાં તેજસ ફાઈટર જેટ, અર્જુન ટેંક, આકાશ મિસાઈલ, એસ્ટ્રા મિસાઈલ જેવા મોટા હથિયારો છે. પરંતુ આ સિવાય સરકારે અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઈઝરાયેલ અને સ્પેન જેવા દેશો પાસેથી 1.9 લાખ કરોડ રૂપિયા (લગભગ 24 અબજ ડોલર)નો રક્ષા સામાન ખરીદ્યો છે. આ રક્ષા વસ્તુઓમાં હેલિકોપ્ટર, એરક્રાફ્ટ રડાર, રોકેટ, બંદૂકો, એસોલ્ટ રાઈફલ્સ, મિસાઈલ અને દારૂગોળોનો સમાવેશ થાય છે.

રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતે 2017-2018 દરમિયાન લશ્કરી સાધનો માટે 264 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિદેશ સાથે 88 ડીલનો સમાવેશ થાય છે. આ કુલ રકમના 36% છે. 2017-18માં વિદેશની કંપનીઓ પાસેથી 30,677 કરોડ રૂપિયાના, 2018-19માં 38,116 કરોડ રૂપિયાના, 2019-20માં 40,330 કરોડ રૂપિયાના, 2020-21માં 43,916 કરોડ રૂપિયાના અને 2018-22માં 40,820 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી.

રાફેલ ફાઈટર જેટનો તેમા સમાવેશ નથી

ફ્રાન્સ સાથે 36 રાફેલ ફાઈટર જેટ માટે 59,000 કરોડ રૂપિયાની ડીલ આ યાદીમાં સામેલ કરવામાં આવી નથી. ભટ્ટે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને રક્ષા હાર્ડવેર એક્વિઝિશન પ્રક્રિયા-2020એ સ્વદેશી રક્ષા ક્ષમતા વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે મુખ્ય નીતિગત પહેલ શરૂ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે DRDO 73,943 કરોડ રૂપિયાના કુલ મંજૂર ખર્ચે 55 ‘મિશન મોડ’ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

આ પણ વાચો: અગ્નિવીર ભરતીને લઈને મોટુ અપડેટ, હવે ફિટનેસ ટેસ્ટ પહેલા આપવી પડશે પરીક્ષા, નવા વર્ષ માટે નિયમ લાગુ

DRDOમાં ઓપરેશન ચાલી રહ્યું છે

આ પ્રોજેક્ટ્સમાં ન્યુક્લિયર ડિફેન્સ ટેક્નોલોજી, સબમરીન માટે ફ્રી-એર સિસ્ટમ્સ, કોમ્બેટ સૂટ, ટોરપીડો, ફાઇટર એરક્રાફ્ટ, ક્રૂઝ મિસાઇલ, માનવરહિત એરિયલ વ્હિકલ (ડ્રોન), ગેસ ટર્બાઇન એન્જિન, એસોલ્ટ રાઇફલ્સ, વોરહેડ્સ, લાઇટ મશીન ગન, રોકેટ, એડવાન્સ ટોડનો સમાવેશ થાય છે. આર્ટિલરી બંદૂક સિસ્ટમ, સેના માટે વાહનો, જમીનથી હવામાં વાર કરનાર મિસાઈલ, એન્ટી શિપ મિસાઈલ, એન્ટી એરફિલ્ડ હથિયારો અને ગ્લાઈડ બોમ્બનો સમાવેશ થાય છે.

સૌથી મોટો રક્ષા ક્ષેત્રે ખર્ચ કરનાર દેશ

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો રક્ષા ક્ષેત્રે ખર્ચ કરનાર દેશ છે. ભારત રશિયા અને બ્રિટન કરતા પણ આગળ છે, પરંતુ ચીન કરતાં ઘણું પાછળ છે, જે તેના રક્ષા બજેટમાં ચાર ગણું અને અમેરિકા (US) 10 ગણો ખર્ચ કરે છે. સરકારે વિશ્વના સૌથી મોટા હથિયાર આયાતકાર તરીકે ભારતને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે પગલાં લીધા છે. તે વૈશ્વિક હથિયારોની આયાતમાં 11% ભાગ ધરાવે છે. પરંતુ હજુ અનેક ગણો ખર્ચ કરવાનો બાકી છે જેનાથી ભારત રક્ષા ક્ષેત્રે સૌથી મજબૂત બની શકે.

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">