લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, અનંતનાગમાં વિસ્ફોટ માટે IED બનાવવા બદલ 4ની ધરપકડ

અનંતનાગ પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.

લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, અનંતનાગમાં વિસ્ફોટ માટે IED બનાવવા બદલ 4ની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

અનંતનાગ પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે, અનંતનાગ શહેરમાં વિસ્ફોટ કરવા અને યુવાનોને આતંકવાદી જૂથોમાં જોડાવા માટે ઉશ્કેરવા માટે IED વિકસાવવા બદલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ સહિત ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.

તે જ સમયે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના મગમ વિસ્તારમાં સોમવારે એક શંકાસ્પદ ટિફિન બોક્સ મળી આવ્યું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેની તપાસ કરી રહ્યું છે. અગાઉ ગયા મહિને 16 જુલાઈએ જમ્મુ-રાજૌરી-પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પૂંછના ભીંબર ગલી વિસ્તારમાં એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. રવિવારે જમ્મુ -કાશ્મીરના સાંબા જિલ્લાના બારી બ્રાહ્મણ વિસ્તારમાં ચાર સ્થળો પર શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા.

આર્મી કેમ્પ પાસે રાતે 8.30 વાગ્યે એક ડ્રોન જોવા મળ્યું. બારી બ્રાહ્મણ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમ્મુ-કાશ્મીર પોલીસ કર્મચારીઓએ ડ્રોન જોયું. અધિકારીઓએ ડ્રોન પર ફાયરિંગ કર્યું ન હતું, કારણ કે ડ્રોન રેન્જની બહાર ઉડી રહ્યા હતા. બીજી બાજુ એસએસપી રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે સાંબાના બારી બ્રાહ્મણ વિસ્તારમાં ચાર સ્થળોએ ડ્રોનની શંકાસ્પદ ગતિવિધિઓ નોંધાઈ છે. ડ્રોન જોયા બાદ પોલીસ અને સેનાએ વિસ્તારમાં એલર્ટ જારી કરીને સુરક્ષા વધારી દીધી છે.

આ દરમિયાન માહિતી મળી છે કે, પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી ISIએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં નવા આતંક કંટ્રોલ રૂમ બનાવવાનું શરૂ કર્યું છે. આ સાથે જ આતંકવાદી જૂથો વચ્ચે સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીર પર હુમલા કરવા માટે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખતરાને જોતા ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારો તેમજ આંતરિક વિસ્તારોમાં એલર્ટ જારી કર્યું છે. એક ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ, પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, પીઓકેમાં અલ-બદરે અને લશ્કરની નવી ઓફિસ ‘ચેલાબંડી’ મુઝફ્ફરાબાદના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે અનેક બેઠકો યોજાઇ છે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો:  માનવતાઃ ચોરની પત્ની અને એક વર્ષની બાળકી સાથે રહેવાની વ્યવસ્થા પોલીસે કરી આપી, જાણો એક વાહન ચોરને જામીન અપાવવા ક્રાઇમ બ્રાન્ચ કેમ દોડતી થઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati