ક્યાંક વાદળ ફાટ્યું તો ક્યાંક થયું ભૂસ્ખલન, તો હજુ પણ છે સાંબેલાધાર વરસાદની આગાહી, જાણો વિવિધ રાજ્યોની હવામાનની સ્થિતિ વિશે

|

Aug 11, 2022 | 4:51 PM

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, દિલ્હી અને મુંબઈમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેના કારણે અનેક લોકોના મોત પણ થયા છે.

ક્યાંક વાદળ ફાટ્યું તો ક્યાંક થયું ભૂસ્ખલન, તો હજુ પણ છે સાંબેલાધાર વરસાદની આગાહી, જાણો વિવિધ રાજ્યોની હવામાનની સ્થિતિ વિશે
ક્યાંક વાદળ ફાટ્યું તો ક્યાંક ભૂસ્ખલન તેમજ સાંબેલાધાર વરસાદની આગાહી
Image Credit source: PTI

Follow us on

Heavy Rain : દેશભરમાં ભારે વરસાદે (Heavy Rain) તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir), મધ્યપ્રદેશ, દિલ્હી અને મુંબઈમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેના કારણે અનેક લોકોના મોત પણ થયા છે. વાદળ ફાટવાના કારણે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે અને આ દરમિયાન વરસાદ પડી શકે છે. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો હતો,

  1. હવામના વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની(Rain) આગાહી કરી છે.ગુજરાતમાં હાલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના પગલે અતિભારે વરસાદ (Heavy rain) પડી શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે.
  2. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મકાન ઘરાશાયી થવાથી 2 મહિલા કાટમાળ નીચે દબાઈ છે. આ સમગ્ર માહિતી અધિકારીઓએ આપી હતી.રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર સુદેશ મોક્તાએ જણાવ્યું કે,સવારે 9 કલાકે આ ઘટના બની હતી.
  3. જમ્મુ-કાશ્મીરના રમાબનમાં ગુરુવારે સવારે વાદળ ફાટ્યું હતુ. જેમાં 2 લોકો લાપતા થયા છે. સતત ભૂસ્ખલન અને પથ્થરો પડવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ખોરવાઈ ગયો છે.
  4. કેટલાક લોકો ફસાવાની પણ સંભાવના જણાવવામાં આવી રહી છે. વાદળ ફાટવાની ઘટના બાદ લોકોને ચેનાબ નદીથી દુર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
  5. અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
    આજનું રાશિફળ તારીખ : 03-05-2024
    ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  6. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારે વરસાદ પછી અલગ-અલગ દુર્ધટનાઓમાં 26 વર્ષીય મહિલા સહિત 2લોકો પાણીમાં તણાયા છે જે હજુ પણ લાપતા છે.
  7. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. જ્યારે શનિવારથી શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ માહિતી આપી છે.
  8. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે.IMD અનુસાર, શહેર અને તેના ઉપનગરોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
Next Article