Priyanka Gandhi Viral Video: પ્રિયંકા ગાંધીને કેમ લગાવવું પડ્યુ ઝાડુ ? હવે વાયરલ વીડિયોને લઇને તપાસના આદેશ જાહેર

|

Oct 06, 2021 | 9:27 AM

તેનો ઝાડુથી સાફ સફાઇ કરતો વીડિયો વાયરલ થયો, સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પીએસીના જનરલ, ડેપ્યુટી જનરલ સહિત ઘણા અધિકારીઓએ ગેસ્ટ હાઉસમાં તૈનાત કર્મચારીઓની પૂછપરછ કરી હતી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Priyanka Gandhi Viral Video: પ્રિયંકા ગાંધીને કેમ લગાવવું પડ્યુ ઝાડુ ? હવે વાયરલ વીડિયોને લઇને તપાસના આદેશ જાહેર
why did priyanka gandhi have sweep the floor of pac guest house investigation ordered after video went viral

Follow us on

લખીમપુર ખીરી હિંસામાં (Lakhimpur kheri violence) માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi Viral Video) રવિવારે મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી અને સીતાપુરના પીએસી કેમ્પમાં આશરે 36 કલાક સુધી નજરકેદ કરવામાં આવી હતી.

મંગળવારે બપોરે તેમની અને અન્ય 11 કોંગ્રેસી નેતા-કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. નજરકેદ દરમિયાન, પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોતાનો રૂમ સાફ કરતી જોવા મળી રહી છે. હવે આ વીડિયો અંગે તપાસના આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ વીડિયો વાયરલ થયા પછી, પ્રશ્ન ઉભો થયો કે પ્રિયંકાને આવા ગંદા ઓરડામાં કેમ રાખવામાં આવી કે તેણે જાતે જ ઝાડુ કાઢવુ પડ્યું. વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી છે કે કયા સંજોગોમાં પ્રિયંકાને ગેસ્ટ હાઉસમાં સાવરણી ઉચકવી પડી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પ્રોટોકોલ મુજબ, VVIP ના આગમન પહેલા રૂમ સંપૂર્ણપણે સાફ થઈ ગયો હોવો જોઈએ. જ્યારે તેમને ત્યાં લાવવામાં આવે તે પહેલા જ એસી લગાવવામાં આવ્યું ત્યારે આ રૂમ સંપૂર્ણપણે સાફ કરવામાં આવ્યો હતો. સવાલ એ પણ ઉભો થયો કે VVIP પ્રોટોકોલ પૂરો કર્યા પછી રૂમમાં ધૂળ ક્યાંથી આવી?

એસડીએમ સદર પ્યારેલાલ મૌર્ય કહે છે કે વીવીઆઈપીના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. પ્રોટોકોલ મુજબ જ, જ્યાં VVIP રાખવામાં આવે છે, ત્યાં સફાઈ, વીજળી અને ખોરાકની વ્યવસ્થા સ્વચ્છતા સાથે કરવામાં આવે છે. ડોક્ટરને પણ સંપર્કમાં રાખવામાં આવે છે. પીએસીના આ ગેસ્ટ હાઉસમાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સીતાપુરના એસપી આરપી સિંહે એમ પણ કહ્યું છે કે ગેસ્ટ હાઉસમાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

સેકન્ડ કોર્પ્સ પીએસીના જનરલ યાદવેન્દ્ર સિંહે જણાવ્યું કે પ્રિયંકા ગાંધીના સ્ટાફે સાવરણી માંગી હતી. કહ્યું કે મેડમે સાફ કરવું છે. તેના પર ત્યાંના કર્મચારીએ તેને સાવરણી આપી. આ પછી જ વીડિયો વાયરલ થયો. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પ્રિયંકા ગાંધી, જે લખીમપુર જતા હતા ત્યારે અટકાયત કરવામાં આવી હતી, તેમને સીતાપુરમાં પીએસીના II કોર્પ્સ પરિસરમાં એક ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા.

અહીં તેનો ઝાડુથી સાફ સફાઇ કરતો વીડિયો વાયરલ થયો, સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પીએસીના જનરલ, ડેપ્યુટી જનરલ સહિત ઘણા અધિકારીઓએ ગેસ્ટ હાઉસમાં તૈનાત કર્મચારીઓની પૂછપરછ કરી હતી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીએસી પરિસરમાં બનેલા આ ગેસ્ટ હાઉસમાં ચાર રૂમ છે. સફાઈ માટે હંમેશા બે સફાઈ કામદારો તૈનાત રહે છે. આ સિવાય, દીવાન સ્વચ્છતા વ્યવસ્થા પર નજર રાખવા માટે મુકવામાં આવે છે. ભલે ગમે તેટલા દિવસ ઓરડાઓ બંધ રહે, દરરોજ સાવરણી-મોપિંગ કરવામાં આવે છે. પ્રિયંકા ગાંધીને જે રૂમમાં રોકવામાં આવ્યા હતા ત્યાં પહોંચતા પહેલા જ સફાઈ કામદાર તેને સાફ પણ કરી ચૂક્યા હતા. કમાન્ડર કહે છે કે મુખ્ય દરવાજાથી અંદર સુધી પણ દૈનિક સફાઈ કરવામાં આવે છે.

આ પણ વાંચો –

Bollywood Beauty: દુલ્હનના લુકમાં કોઇ પરીથી ઓછી નથી લાગી રહી એલી અવરામ, તમે પણ જુઓ તસવીરો

આ પણ વાંચો –

Photos : 47 ની ઉંમરમાં પણ હોટ છે મલાઇકા અરોરા, જરા સાચવીને જોજો તેનો આ નવો ફોટોશૂટ

Next Article