કોરોનાની ઝપેટમાં શું આમ કે શું ખાસ? સેલિબ્રીટીઝ પણ આવ્યા સંક્રમણમાં,વાંચો કોણ કોણ આવ્યા કોરોના પોઝીટીવ

|

Sep 21, 2020 | 10:31 AM

દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે,આ રોગથી મોતની સંખ્યામાં જોકે ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટ પણ વધ્યો છે. કોરોનાની ચપેટમાં એમ જોવા જાય તો સામાન્યથી લઈને સેલિબ્રીટીઝ સુધીનાં લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જો કે મોટાભાગનાં આવા લોકોએ ઝડપી રિકવરી લઈ લીધી છે. આપને બતાવવા જઈ રહ્યા છે કે આવા કેટલા સેલિબ્રીટીઝ […]

કોરોનાની ઝપેટમાં શું આમ કે શું ખાસ? સેલિબ્રીટીઝ પણ આવ્યા સંક્રમણમાં,વાંચો કોણ કોણ આવ્યા કોરોના પોઝીટીવ
http://tv9gujarati.in/korona-ni-zapet-…-korona-positive/

Follow us on

દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે,આ રોગથી મોતની સંખ્યામાં જોકે ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટ પણ વધ્યો છે. કોરોનાની ચપેટમાં એમ જોવા જાય તો સામાન્યથી લઈને સેલિબ્રીટીઝ સુધીનાં લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જો કે મોટાભાગનાં આવા લોકોએ ઝડપી રિકવરી લઈ લીધી છે. આપને બતાવવા જઈ રહ્યા છે કે આવા કેટલા સેલિબ્રીટીઝ છે કે જે પોઝીટીવ થયા બાદ સારવાર લઈને નેગેટીવ પણ આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા રવિવારે જ જાહેર કર્યું હતું કે તે કોરોના પોઝીટીવ આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલાને તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થવાની સલાહ પણ આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમને કોરોના પોઝીટીવનાં એમ તો કોઈ લક્ષણો નથી દેખાયા છતાં સુરક્ષાની દ્રષ્ટીએ જ તે હોસ્પિટલમાં દાખલ થયા છે.

જાણીતા તેલુગુ ફિલ્મ મેકર રાજામૌલી અને તેનો પરિવાર પણ કોવીડ-19ની ઝપેટમાં આવ્યો. તેેણે તેમના વેરીફાઈડ ટ્વીટર એકાઉન્ટ પરથી આ ન્યૂઝ કન્ફર્મ કર્યા હતા. બાહુબલીનાં આ સર્જક ડોક્ટરની સલાહ બાદ હોમ ક્વોરન્ટાઈન થયા હતા.

મધ્યપ્રદેશનાં ચીફ મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણે પણ તેમનો કોવીડ ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ આવ્યા હતા. તેમણે પણ તરત જ તેમની સાથે રહેલા લોકોને ટેસ્ટ કરાવીને ક્વોન્ટાઈન થવાની સલાહ આપી હતી.

એક્ટર ઐશ્વર્યારાય બચ્ચન અને તેની દિકરી આરાધ્યા બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ બંને નેગેટીવ આવતા તેમને રજા આપી દેવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ટેલીવિઝન એક્ટ્રેસ શ્રેણું પરીખ કોરોના પોઝીટીવવી સંક્રમિત રહી આ ન્યૂઝને પુષ્ટી પણ તેણે જ આપી હતી. ઈસ્કબાજ, ઈસ પ્યાર કો ક્યા નામ દું? અને અક બાર ફિરમાં અભિનટ કરનારી આ અભિનેત્રીએ પણ જો કો કોરાનાને માત આપી દીધીહતી.

આવા જ બીજા એક એક્ટર કે જેને કસૌટી જીંદગી કી ફેમથી ઓળખવામાં આવે છે તે પાર્થ સમથાન પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. સોશિયલ મિડિયાનાં માધ્યમથી તેણે જણાવ્યું હતું કે તે કોરોનાનાં સંક્રમણમાં આવ્યો છે. પાર્થે જણાવ્યું હતું કે જે લોકો પણ તેા સંપર્કમાં આવ્યા હોય તે પોતાનો ટેસ્ટ કરાવી શકે છે.

બોલીવુડનાં દિગ્ગજ કલાકાર અનુપમ ખેરનાં માતાજી દુલારી ખેર પણ કોરોના પોઝીટીવ આવ્યા અને તેમને સીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અનુપમ ખેરે સોસિયલ મિડિયા પર આ ન્યૂઝ મુકીને પુષ્ટી કરી હતી. આ સાથે જ તેમના ભાઈ,ભાભી અને ભત્રીજો પણ કોરોના માઈલ્ડ પોઝીટીવ આવ્યા હતા. અનુપમ ખેરે પોતે પણ ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો.

બોલીવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચન લેટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યા અને તેમમે નાંણાવટી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. 12 દિવસ કરતા વધારે લીધેલી સારવાર બાદ તેમનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો.

અભિષેક બચ્ચન પણ પરિવારની સાથે કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને પણ નાંણાવટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અભિનેતાઓની વચ્ચે નેતાની વાત કરીએ તો ભાજપનાં નેતા જ્યાતિરાદિત્ય સિંધિંયા અને તેમના માતા માધવીરાજે સિંધિંયા કોરોના પોઝીટીવ આવ્યા હતા. એસીમ્પ્ટોમેટિક લક્ષણને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યોતિરાદિત્યને પણ હળવા લક્ષણો આવ્યા હતા.

બોલીવુડનાં જ બીજા એક અભિનેતા કિરણકુમાર પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. 74 વર્ષનાં કિરણ કુમારે જણાવ્યું હતું કે તેને એમ તો કોઈ લક્ષણો દેખાતા નોહતા.

બેબી ડોલ ફેમ કનીકા કપૂર કદાચ પહેલી હોલીવુડ હસ્તી હશે કે જે કોરોના પોઝીટીવ આવી. આ સેલિબ્રીટીઝ સાથે જો કે કોરોના પોઝીટીવ આવ્યા બાદ વિવાદ પણ સર્જાયા હતા. જણાવવું રહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ પોઝીટીવ આવ્યો હતો. આગળ UPનાં કેબીનેટ મિનિસ્ટર કમલ રાની એ જો કે કોવીડ-19ને લઈને જીવ ગુમાવ્યો હતો. આ સિવાય પણ અનેક હજુ એવી હસ્તીઓ નેતાઓ તેમજ કલાકારમાં છે કે જે કોરોનાથી બચી નથી શકી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો :VIDEO: પોલીસને છૂટ અને પ્રજાને દંડ? પોલીસકર્મી માસ્ક વગર સામાન્ય લોકોને દંડ ફટકારતા જોવા મળ્યા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 10:48 am, Mon, 10 August 20

Next Article