કમોસમી વરસાદ ખેડૂતો સહિત મોંઘવારીને પણ કરશે અસર, જાણો કેમ ?

|

Mar 31, 2023 | 1:36 PM

છેલ્લા 15 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ ખેડૂતોની સાથે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. પંજાબ, હરિયાણા , રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે શિયાળુ તેમજ બાગાયતી પાકોને ભારે નુકસાન

કમોસમી વરસાદ ખેડૂતો સહિત મોંઘવારીને પણ કરશે અસર, જાણો કેમ ?

Follow us on

વરસાદી માવઠા સૌપ્રથમ ખેડૂતોને અસર કરતા હોય છે. જેમાં ગત અઠવાડિયામાં થયેલા વરસાદે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકસાન કર્યું હતી. જેના કારણે લાખો હેક્ટરમાં વાવેલો પાક નાશ પામ્યો હતો. જેની અસર ખેડૂતો સહિત અન્ય લોકો પર પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વરસાદને કારણે શિયાળુ તેમજ બાગાયતી પાકોને ભારે નુકસાન

છેલ્લા 15 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ ખેડૂતોની સાથે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. પંજાબ, હરિયાણા , રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે શિયાળુ તેમજ બાગાયતી પાકોને ભારે નુકસાન પહોચ્યું છે. તે જ સમયે, હવામાન વિભાગે 1 એપ્રિલ સુધી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે . આવી સ્થિતિમાં પાક નિષ્ફળ જવાની શક્યતા વધુ વધી છે.

લાખ્ખો હેક્ટરમાં વાવેલો પાક બરબાદ

ગત અઠવાડિયે થયેલા વરસાદે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ તબાહી મચાવી હતી. જેના કારણે લાખો હેક્ટરમાં વાવેલો પાક બરબાદ થયો હતો. પંજાબમાં કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને સરેરાશ 25 થી 50 ટકા સુધીનું નુકસાન થયું છે. તે જ સમયે, ઘણા જિલ્લાઓમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે 75 ટકાથી વધુ શિયાળુ પાકને નુકસાન થયું છે. હરિયાણાની પણ આવી જ હાલત છે. અહીં પણ ઘણા જિલ્લાઓમાં ઘઉંના 50 ટકાથી વધુ પાકને નુકસાન થયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઘઉંનું ઉત્પાદન 10 લાખ ટન ઓછું થશે

તે જ સમયે, કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ઘઉંના ઉત્પાદનને અસર થઈ શકે છે. કેન્દ્ર સરકારે અનુમાન લગાવ્યું છે કે 2022-23ની સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 10 લાખ ટન ઓછું રહેશે. જ્યારે, સરકારે આ સિઝન માટે 112.18 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આવી સ્થિતિમાં નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં ઘઉંના ભાવમાં વધારો થશે, જેના કારણે ખાદ્યપદાર્થો પણ મોંઘા થશે.

સરકારે બજારમાં 45 લાખ ટનથી વધુ ઘઉંનું વેચાણ કર્યું છે

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં ઘઉંના ભાવમાં અનેકગણો વધારો થયો હતો. જેના કારણે 28થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો લોટ 35થી 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ સમગ્ર બાબતને લઇ ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે ખુદ રિટેલ માર્કેટમાં ઈ-ઓક્શન દ્વારા ઘઉંનું વેચાણ કરવું પડ્યું હતું.

અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ઈ-ઓક્શન હેઠળ 45 લાખ ટનથી વધુ ઘઉંનું માર્કેટમાં વેચાણ કર્યું છે. જો કે તેના કારણે ઘઉંના દરમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ દિલ્હીમાં ફરી એકવાર ઘઉં મોંઘા થયા છે. અહીં એક મહિના પહેલા ઘઉંનો દર 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે હવે વધીને 2500 રૂપિયા થઈ ગયો છે.

પંજાબમાં ઘઉંના પાકને 50 ટકા સુધી નુકસાન થયું છે

પંજાબમાં પણ વરસાદનો આવોજ કહેર છે. ઉત્તર પ્રદેશ પછી ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન પંજાબમાં થાય છે. આ પછી હરિયાણામાં સૌથી વધુ ઘઉંની ખેતી થાય છે. જોકે આ બંને રાજ્યોમાં ઘઉંના પાકને 50 ટકા સુધી નુકસાન થયું હોય તો ઉત્પાદન પર પણ ચોક્કસપણે અસર થશે. આવી સ્થિતિમાં લોકોની આશા પર પાણી ફરી શકે છે.

બજારમાં ઘઉંનો નવો પાક આવ્યા બાદ ભાવમાં થોડો ઘટાડો થશે તેવું લોકોને લાગતું હતું, પરંતુ કમોસમી વરસાદ અને સરકારના અંદાજને કારણે ઘઉં સસ્તા મળવાને બદલે મોંઘા થશે તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર ઘઉં જ નહીં, ખાદ્યતેલ અને લીલા શાકભાજી પણ મોંઘા થશે. રાજસ્થાનમાં સરસવની સૌથી વધુ ખેતી થાય છે. અહીં ઘઉં બાદ સૌથી વધુ સરસવનો પાક વરસાદને કારણે નાશ પામ્યો છે. જો સરસવના ઉત્પાદનને અસર થશે તો ખાદ્યતેલોના ભાવ વધી શકે છે.

ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોચવાનો અનુમાન

અન્ય પાકની જેમજ ટામેટા, ગોળ, રીંગણ, લીલા મરચા અને કેપ્સીકમ સહિત અનેક પ્રકારના શાકભાજીને કરા પડવાને કારણે નુકસાન થયું છે. એપ્રિલ-મે દરમિયાન બજારમાં આવતો ભીંડાનો પાક પણ વરસાદના કારણે બરબાદ થઈ ગયો છે.

આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ટામેટાંની સાથે સાથે તમામ પ્રકારના લીલા શાકભાજી પણ આગામી દિવસોમાં મોંઘા થશે. ખાસ કરીને ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી શકે છે. કારણ કે ટામેટાના છોડ ખૂબ ઓછા પાણીને સહન કરી શકે છે. જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે તેઓ સંપૂર્ણપણે બગડી જાય છે.

 

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Next Article