AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Handicapped Equipment Assistance Scheme અને દિવ્યાંગ લગ્ન સહાય યોજના? કેવી રીતે લેશો લાભ?

Handicapped Equipment Assistance Schemeસરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે પરંતુ યોજનાઓ જાણકારીનો અભાવ હોવાથી જરૂરત મંદ લોકો સુધી પહોંચતી નથી.

Handicapped Equipment Assistance Scheme અને દિવ્યાંગ લગ્ન સહાય યોજના? કેવી રીતે લેશો લાભ?
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 06, 2021 | 7:35 AM
Share
Handicapped Equipment Assistance Scheme:

સમાજમાં મોંઘવારી, બેરોજગારી અને ગરીબીનાં કારણે સંપૂર્ણ તંદુરસ્ત લોકો પણ લાચારી અનુભવી રહ્યા છે ત્યારે વિકલાંગ લોકો માટે જીવન ઘણું જ દુષ્કર બની જાય છે એને કંઈક અંશે સરળ કરવા માટે સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે પરંતુ તે યોજનાઓ જાહેરાત અને જાણકારીનો અભાવ હોવાથી જરૂરત મંદ લોકો સુધી પહોંચતી નથી. જેથી આ માહિતી તમારી આસપાસ વસતા દિવ્યાંગ વ્યક્તિ સુધી પહોંચાડી દેવામાં આવે તો આંગળી ચીંધ્યાનું પૂણ્ય મેળવી દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ અને એમને સમાજની મુખ્ય ધારામાં લાવી શકાય તેમ છે.

વિકલાંગ સાધન સહાય યોજનાઃ વિકલાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતામાં કેટલેક અંશે હળવાશ ઉભી કરવા તથા વિકલાંગોને રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

વિકલાંગ સાધન સહાય કોને મળે? (તેની પાત્રતા)

અરજદારની ઉંમર 5 (પાંચ) વર્ષથી ૫૦ વર્ષની ઉંમર સુધીની વ્યકિતને મળવાપાત્ર.

40 % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યકિતને

દ્રષ્ટિહીન વ્યકિત તેમજ શ્રવણમંદ વ્યકિતને.

કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.68,000/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.47,000/- થી વધુ ન હોવી જોઈએ.

ગુજરાત રાજયના વતની હોવા જોઈએ.

વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતાં હોવા જોઈએ.

આર્થિક સાધન સહાય શું મળી શકે?

(વિકલાંગ) વ્યકિતને કૃત્રિમ અવયવ માટે ધોડી, (બુટ) કેલીપસૅ, ત્રણ પૈડાવાળી સાયકલ, બે પૈડાવાળી સાયકલ, વ્હીલચેર.

સ્વરોજગારો માટે હાથલારી, સિલાઈ મશીન, મોચી કામ માટેના સાધનો, સુથારી, ઇલેક્ટ્રીક રિપેરીંગ, કોમ્પ્યુટર રિપેરીંગના સાધનો, ભરત ગુથણ મશીન, એમ્બ્રોડરી મશીન

શ્રવણમંદ વ્યકિત માટે હીયરીંગ એઈડ, તેમજ અન્ય સાધન સહાય.

દ્રષ્ટિહીન વ્યકિત માટે સંગીતના સાધનો.

ઉપરોકત આર્થિક સાધન સહાય રૂ.5000/- ની મર્યાદામાં આપવામાં આવે છે.

કઇ રીતે કરવી અરજી ?

અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા કચેરીમાંથી વિનામુલ્યે મળે છે.

અરજદારે અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને રજુ કરવાનું રહેશે.

અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા

ઉંમરનો પુરાવો.

વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.

સક્ષમ અધિકારીનો આવકનો દાખલો.

સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.

વિકલાંગતા તબીબી પ્રમાણપત્ર

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાઃ આ યોજના અંતર્ગત 18 વર્ષની કે તેથી વધુ વય ધરાવતી દિવ્યાંગ યુવતી અને 21 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા યુવાન જો દિવ્યાંગ હોય તો સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય કરે છે અને બે માંથી એક પાત્ર વિકલાંગ હોય તો પચાસ હજાર રૂપિયા સહાય કરે છે. આ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાં અરજી સાથે લગ્ન પત્રિકા, વિકલાંગ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, સંયુક્ત ફોટો, રેશનકાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો પુરાવો અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર સાથે લગ્ન કર્યાની તારીખથી બે વર્ષ સુધી અરજી કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">