બાબા બાલકનાથ વિશે જાણો આ 5 ખાસ વાતો- વાંચો રાજસ્થાનના યોગીની કહાની
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ કેટલીક બેઠકો અને તેના ઉમેદવાર અંગે લોકોમાં ભારે ચર્ચા છે. તેમા એક છે બાબા બાલકનાથ અને તેમની તિજારા બેઠક. શા માટે એવુ કહેવાય છે કે તે રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે. શું છે બાબા બાલકનાથની કહાની
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે તો બદલાવાના નથી જ. ભારતીય જનતા પાર્ટી રાજ્યની 199 બેઠકોમાંથી લગભગ 116 બેઠકો જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો કોંગ્રેસ પાર્ટી લગભગ 68 બેઠકો જીતતી જોવા મળી રહી છે જ્યારે 15 બેઠકો અન્યને જતી દેખાઈ રહી છે. આ રીતે, એમ કહી શકાય કે રાજ્યમાં રિવાજ બદલવાની પરંપરા આ વખતે પણ યથાવત રહી છે. આવનારા દિવસોમાં સૌથી મોટો સવાલ એ રહેશે કે શું ભારતીય જનતા પાર્ટી વસુંધરા રાજેને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવશે કે પછી અન્ય કોઈ નેતાને રાજ્યની કમાન સોંપવામાં આવશે.
કેટલાક લોકોનું કહેવું છે કે વસુંધરાને નજરઅંદાજ કરી જે કેટલાક નેતાઓની કિસ્મત રાજસ્થાનમાં ચમકી શકે છે તેમાના એક છે બાબા બાલકનાથ. સવાલ એ છે કે શું ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની જેમ પર જયપુરની ગાદી હિન્દુત્વના પોસ્ટર બોયને સોંપશે? જો આમ થશે તો રાજ્યના રાજકારણમાં એ ઘણો મોટો ઘટનાક્રમ હશે. બાબા બાલકનાથને રાજસ્થાનની રાજનીતિમાં યોગી કહેવામાં આવે છે. તેની પાછળ એક કારણ છે, હકીકતમાં યોગી આદિત્યનાથની જેમ બાબા બાલકનાથ પણ નાથ સંપ્રદાયમાંથી આવે છે. ચાલો જાણીએ બાબા બાલકનાથ વિશે 5 મોટી વાતો.
1. બાબા બાલકનાથ હરિયાણાના રહેવાસી છે, પરંતુ હરિયાણા તેમની કર્મભૂમિ નથી. બાબા બાલકનાથની કર્મભૂમિ રાજસ્થાન છે. તેમનો જન્મ 16 એપ્રિલ 1982ના રોજ હરિયાણાના કોહરાના ગામમાં થયો હતો. બાબા બાલકનાથ યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે.
2. બાલકનાથ રાજસ્થાનના મેવાતથી રાજનીતિમાં સક્રિય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વિસ્તારમાં હિંદુત્વના જે કેટલાક પ્રયોગો કર્યા તેમાં બાબા બાલકનાથની મુખ્ય ભૂમિકા રહી.
3. બાબા બાલકનાથ નાથ સંપ્રદાયના આઠમા મુખ્ય મહંત છે. તેમને મહંત ચાંદનાથે તેમના અનુગામી તરીકે જાહેર કર્યા હતા અને તેઓ નાથ સંપ્રદાયની સૌથી મોટી ગાદી અસ્થલ બોહર નાથ આશ્રમના મહંત છે.
4. બાબા બાલકનાથ વિધાનસભા ચૂંટણી લડતા પહેલા સાંસદ હતા. તેઓ 2019ની ચૂંટણીમાં અલવરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યાંથી તેમણે ભંવર જિતેન્દ્ર સિંહને હરાવ્યા હતા.
5. આ ચૂંટણીમાં બાબા બાલકનાથ તિજારા સીટ પરથી ઉમેદવાર હતા. અલવર જિલ્લાની તિજારા બેઠકથી બાબા બાલકનાથને કોંગ્રેસના ઈમરાનખાનને પડકાર ફેંક્યો હતો. પરંતુ બાબા બાલકનાથે તેમને કરારી હાર આપી હતી.