AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ભારતમાં યોજાયેલી ચૂંટણીમાં EVM પ્રથમ વખત ક્યારે વાપરવામાં આવ્યું અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો

લોકસભા ચૂંટણી 2019 નજીક આવી છે. હવે ચૂંટણીમાં મત આપવા માટે ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ થાય છે. EVMથી જોડાયેલી ખાસ વાતો જેનાથી તમે કદાચ અજાણ હશો.  કેરળમાં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો વર્ષ 1982માં સૌપ્રથમ વખત EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેરળના પરાવુર વિધાનસભાના 50 મતદાન કેન્દ્ર પર EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી […]

જાણો ભારતમાં યોજાયેલી ચૂંટણીમાં EVM પ્રથમ વખત ક્યારે વાપરવામાં આવ્યું અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો
| Updated on: Mar 21, 2019 | 10:46 AM
Share

લોકસભા ચૂંટણી 2019 નજીક આવી છે. હવે ચૂંટણીમાં મત આપવા માટે ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ થાય છે. EVMથી જોડાયેલી ખાસ વાતો જેનાથી તમે કદાચ અજાણ હશો. 

કેરળમાં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો

વર્ષ 1982માં સૌપ્રથમ વખત EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેરળના પરાવુર વિધાનસભાના 50 મતદાન કેન્દ્ર પર EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી હારી ગયેલા ઉમેદવાર એ.સી.જોસે EVMથી ચૂંટણી અને તેના પરિણામોને કોર્ટમાં પડકાર્યા હતા. કોર્ટે ફરીથી ચૂંટણી યોજવા માટેનો આદેશ આપ્યો હતો પણ મશીનમાં કોઈ પ્રકારની છેડછાડ કરવામાં આવી નહોતી.

કેવી રીતે કામ કરે છે EVM?

1 EVMમાં બે યૂનિટ હોય છે. કંટ્રોલ યૂનિટ અને બેલેટિંગ યૂનિટ. બંને યૂનિટ 5 મીટર લાંબા એક કેબલથી જોડાયેલ હોય છે. કંટ્રોલ યૂનિટ બુથમાં મતદાન અધિકારીની પાસે રાખવામાં આવે છે. જ્યારે બેલેટિંગ યૂનિટ વોટિંગ મશીનની અંદર હોય છે. જેનો ઉપયોગ મતદાર કરે છે. કંટ્રોલ યૂનિટ માટે જે પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં એક માઈક્રોચીપ હોય  છે. માઈક્રોચિપમાં હોવાથી પછી તે પ્રોગ્રામને વાંચી શકાતો નથી, કોપી નથી કરી શકાતો, અને ના કોઈ તેમાં બદલાવ કરી શકાય છે. ચૂંટણી થયા પછી મતદાન અધિકારી ‘Close’ બટનને દબાવીને EVM મશીનને બંધ કરે છે. સોફટવેર એવું હોય છે જેથી EVM મશીનની સાથે કોઈ પણ જાતની છેડછાડ કરી શકાય નહિં.

1 EVMમાં કેટલા ઉમેદવાર અને મત?

1 EVMમાં વધારેમાં વધારે 64 ઉમેદવાર માટે વોટિંગ કરી શકાય છે. એક બેલેટિંગ યૂનિટમાં 16 ઉમેદવાર માટે વોટિંગ કરી શકાય છે અને 1 કંટ્રોલ યૂનિટ દ્વારા 4થી વધારે બેલેટિંગ યૂનિટને જોડી શકાય નહીં. જો ઉમેદવારની સંખ્યા 64થી વધારે હોય તો ચૂંટણી પંચને બેલેટ દ્વારા ચૂંટણીનું આયોજન કરવુ પડે છે. 1 EVMમાં 3840 મત આપી શકાય છે. ભારતમાં 1 મતદાન કેન્દ્ર પર મતદારોની સંખ્યા 1500થી વધારે નથી હોતી. તેથી તે પ્રમાણે 1 EVM મશીન 1 મતદાન કેન્દ્ર માટે આપવામાં આવે છે.

કોણ બનાવે છે EVM અને 1 EVM બનાવવા માટે કેટલો ખર્ચ?

EVMની ડિઝાઈન ચૂંટણી પંચે સરકારી ક્ષેત્રની 2 કંપની ભારત ઈલેકટ્રોનિકસ લિમિડેટ(BEL) બેંગલૂરૂઅને ઈલેકટ્રોનિ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECIL) હૈદરાબાદની સાથે મળીને કરી છે. EVM મશીનને ખુબ મહેનત પછી અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે. હવે (BEL)અને (ICIL) EVM મશીન બનાવે છે. વર્ષ 1989-1990માં જ્યારે EVM મશીનોને ખરીદવામાં આવ્યા હતા તે સમયે 1 EVMની કિંમત 5500 રૂપિયા હતી. શરૂઆતમાં ખુબ ખર્ચ કરવો પડ્યો પણ બેલેટના પ્રમાણમાં EVM મશીનનો ખર્ચ સસ્તો છે. EVM મશીનમાં બેટરી આવેલી હોય છે જેથી વીજળી ના હોવા છતા  કામ કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">