Ajit Pawar Family Tree : બે પુત્રો અને ઉદ્યોગપતિ મોટા ભાઈ પત્ની પણ રાજકીય પરિવારમાંથી આવે છે, આવો છે અજિત પવારનો પરિવાર

|

Mar 06, 2024 | 2:48 PM

અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ છે. અજિત પવાર તાજેતરમાં મહારાષ્ટ્રના સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસની હાજરીમાં એનડીએમાં જોડાયા હતા. બાદમાં તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Ajit Pawar Family Tree : બે પુત્રો અને ઉદ્યોગપતિ મોટા ભાઈ પત્ની પણ રાજકીય પરિવારમાંથી આવે છે, આવો છે અજિત પવારનો પરિવાર

Follow us on

Ajit Pawar Family Tree: અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા છે. ફરી એકવાર અજિત પવારે કાકાની વિરુદ્ધ જઈને સત્તાધારી પાર્ટી એનડીએને સમર્થન આપ્યું છે. આ પહેલા વર્ષ 2019માં પહેલીવાર અજિત પવારે પક્ષ બદલ્યો હતો. એક સમયે અજિત પવારને શરદ પવારના ડાબા હાથ કહેવામાં આવતા હતા.અજિત પવારના પરિવારમાં કોણ છે અને અજિત પવાર કોની સલાહ લે છે.

અજિત પવારનો પરિવાર

અજિત પવારના પરિવારમાં તેમની પત્ની સુનેત્રા પવાર છે, જેઓ પદમસિંહ બાજીરાવ પાટીલની બહેન છે, જે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને પ્રભાવશાળી વ્યક્તિ છે.

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

આ પણ વાંચો : Sharad Pawar Family Tree : રાજનીતિમાં શરદ પવાર પરિવારની ત્રણ પેઢીઓ છે, જાણો પવારના ‘પાવરફુલ’ પરિવાર વિશે

અજિત પવારના પુત્ર

અજીતને બે પુત્રો છે. તેમના મોટા પુત્રનું નામ પાર્થ પવાર છે. પાર્થે મહારાષ્ટ્રના માવલાથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમને ભારે અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. અજિતના નાના પુત્રનું નામ જય પવાર છે, જેનો હાલમાં રાજકારણમાં કોઈ દખલ નથી.

અજિત પવારના ભાઈ-બહેન

અજિત પવારના મોટા ભાઈનું નામ શ્રીનિવાસ પવાર છે. શ્રીનિવાસ એગ્રીકલ્ચર અને ઓટોમોબાઈલ સાથે જોડાયેલા મોટા બિઝનેસમેન છે. કહેવાય છે કે અજીત પોતાના દરેક મહત્વના નિર્ણયમાં શ્રીનિવાસ પવારની સલાહ લે છે. અને તેની બહેનનું નામ વિજયા પાટીલ છે.

આ પણ વાંચો : Azim Premji Family Tree : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે

અજિત પવાર અને શરદ પવાર વચ્ચેના સંબંધો

શરદ પવાર અજિત પવારના કાકા છે. અજીતના પિતાનું નામ અનંતરાવ પવાર હતું. તેઓ બોમ્બેના “રાજકમલ સ્ટુડિયો”માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામ માટે કામ કરતા હતા. તેમના દાદા ગોવિંદ પવાર અને દાદી શારદા પવારને 11 બાળકો હતા, જેમાંથી માત્ર પાંચની માહિતી જ જાહેર છે. રાજકારણમાં શરદ પવારનું કદ વધ્યું ત્યારે અજિત તેમની સાથે રહેવા લાગ્યા. તેઓ શરદ પવારના ડાબા હાથ કહેવાય છે. જો કે, બાદમાં અજિત પવાર એનસીપી છોડીને દેવેન્દ્ર ફડણવીસ પાસે ગયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા.

અજિત પવાર અને પદ્મસિંહ બાજીરાવ પાટીલ

અજિત પવારના સાળા પદ્મસિંહ બાજીરાવ પાટીલ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. એક સમયે તેઓ શરદ પવારના ખાસ ગણાતા હતા. જો કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ એનસીપી છોડીને ભાજપમાં ગયા હતા. તે અજિત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેનો સંપર્ક હોવાનું માનવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:46 pm, Sun, 9 July 23

Next Article