Gujarati NewsNationalKnow how many helicopters and jets bjp and congress hired for campaigning and how much is their rent
ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીનો પ્રચાર કરવા માટે કેટલા હેલિકોપ્ટર અને જેટ લીધા ભાડે અને જાણો કેટલુ છે તેનુ ભાડુ ?
આ લોકસભા ચૂંટણીમાં ભાજપે જે રીતે કેમ્પેઈન માટે હેલિકોપ્ટર અને જેટ ભાડે લીધા છે, તે પણ એક રેકોર્ડ છે. ભાજપ પછી કોંગ્રેસે પણ હેલિકોપ્ટર અને જેટ ભાડે લીધા છે. બીજી પાર્ટીઓ તેમનાથી ખુબ પાછળ છે. ભાજપે 20 હેલીકોપ્ટર અને 12 બિઝનેસ જેટને ભાડે લીધા છે. ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર આટલા બધા હેલિકોપ્ટર અને જેટ દ્વારા પ્રચાર […]
આ લોકસભા ચૂંટણીમાં ભાજપે જે રીતે કેમ્પેઈન માટે હેલિકોપ્ટર અને જેટ ભાડે લીધા છે, તે પણ એક રેકોર્ડ છે.
ભાજપ પછી કોંગ્રેસે પણ હેલિકોપ્ટર અને જેટ ભાડે લીધા છે. બીજી પાર્ટીઓ તેમનાથી ખુબ પાછળ છે. ભાજપે 20 હેલીકોપ્ટર અને 12 બિઝનેસ જેટને ભાડે લીધા છે. ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર આટલા બધા હેલિકોપ્ટર અને જેટ દ્વારા પ્રચાર થઈ રહ્યો છે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
ભાજપથી પાછળ છે કોંગ્રેસ
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે 20 હેલીકોપ્ટર, 12 બિઝનેસ જેટ ભાડે લીધા છે. કોંગ્રેસે ભાજપથી અડધા એટલે કે 10 હેલિકોપ્ટર અને 4 બિઝનેસ જેટ ભાડે લીધા છે. આ બંને પાર્ટીઓ સિવાય બીજી પાર્ટીઓ આ મામલે ખુબ પાછળ છે.
જાણો કેટલુ ભાડુ છે આ હેલિકોપ્ટર અને જેટનું
હેલિકોપ્ટર અને જેટ આ પાર્ટીઓએ ભાડે લીધા છે. તેનું ભાડુ પણ ખુબ વધારે છે. ભાજપે સેસા કિટના એક્સએલએસ બિઝનેસ જેટ ભાડે લીધુ છે, જેનું 1 કલાકનું ભાડુ 2 લાખ 80 હજાર રૂપિયા છે. ફેલકન 400નું એક કલાકનું ભાડુ રૂપિયા 4 લાખ છે. ત્યારે ભાજપ પાર્ટીએ બુક કરાવેલા અલગ- અલગ હેલિકોપ્ટરનું 1 કલાકનું ભાડુ 1 લાખ 80 હજારથી લઈને 4 લાખ રૂપિયા સુધી છે.
કોંગ્રેસે સેસા કિટના જેટ 2 ભાડે લીધુ છે. જેનું 1 કલાકનું ભાડુ 1 લાખ 80 હજાર સેસા કિટના એક્સએલનું ભાડુ 2 લાખ 80 હજાર રૂપિયા છે. ત્યારે જે હેલિકોપ્ટર કોંગ્રેસે બુક કરાવ્યા છે. તેનું 1 કલાકનું ભાડુ 1 લાખ થી લઈને 1 લાખ 30 હજાર રૂપિયા સુધી છે.