શું તમે જાણો છો કે AIR FORCEમાં પોતાના કરતા અનેક ઊંચા હોદ્દા ધરાવનારાઓ પણ સલામ કરે તેવી બહાદુરી બતાવનાર અભિનંદનનું RANKING શું છે ?

|

Mar 01, 2019 | 5:40 AM

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય વાયુસેના પીઓકેમાં કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇકના કારણે ચર્ચામાં છે અને ચોમેરથી વાયુસેનાના વખાણ થઈ રહ્યા છે. TV9 Gujarati   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ […]

શું તમે જાણો છો કે AIR FORCEમાં પોતાના કરતા અનેક ઊંચા હોદ્દા ધરાવનારાઓ પણ સલામ કરે તેવી બહાદુરી બતાવનાર અભિનંદનનું RANKING શું છે ?

Follow us on

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય વાયુસેના પીઓકેમાં કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇકના કારણે ચર્ચામાં છે અને ચોમેરથી વાયુસેનાના વખાણ થઈ રહ્યા છે.

TV9 Gujarati

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તેમાં પણ પાકિસ્તાની એફ-16 લડાકૂ વિમાનનો પીછો કરનાર તેને પાડી દેનાર વાયુસેનાના ઍર વિંગ કમાંડર અભિનંદન વર્તમાન પણ તેમની બહાદુરીના કારણે ચર્ચામાં છે, ત્યારે શું આપ જાણો છો કે અભિનંદન વર્મા રૅંકિંગની બાબતમાં ભારતીય વાયુસેનામાં કઈ પૉઝિશન પર છે ?

ભારતીય વાયુસેનામાં દરેક પદનું એક ક્રમ હોય છે અને તેના મુજબ જ કોઈ ઑપરેશનને અંજામ આપવામાં આવે છે અને તમામ કામો કરવામાં આવે છે. ચાલો આપને બતાવીએ વાયુસેનાના રૅંક વિશે.

માર્શલ ઑફ ધ ઍર ફોર્સ :

વાયુસેનામાં માર્શલ ઑફ ધ ઍર ફોર્સ સર્વોચ્ચ પદ હોય છે. તે સેનાના ફીલ્ડ માર્શલની જેમ હોય છે કે જે સન્માન તરીકે કોઇક અધિકારીને અપાય છે. આ પદ ફાઇવ સ્ટાર રૅંક ગણાય છે. અત્યાર સુધી એકમાત્ર અર્જન સિંહને માર્શલ ઑફ ધ ઍર ફોર્સનું રૅંક અપાયું છે.

ઍર ચીફ માર્શલ :

સક્રિય રૅંકમાં જોવા જઇએ, તો ઍર ચીફ માર્શલ સર્વોચ્ચ પદ હોય છે. આ ચાર સ્ટાર રૅંક વાળું પદ હોય છે. હાલમાં બી એસ ધનોઆ ઍર ચીફ માર્શલ છે.

ઍર માર્શલ :

ઍર ચીફ માર્શલથી જૂનિયર ઍર માર્શલ હોય છે. તેને 3 સ્ટાર રૅંક કહેવાય છે. આ પદ પર નિયુક્ત અધિકારીઓની વર્ધીમાં ઍર ચીફ માર્શલની વર્ધી કરતા એક પટ્ટી ઓછી હોય છે.

ઍર વાઇસ માર્શલ :

ઍર વાઇસ માર્શલના પદને ઍર ફોર્સમાં 2 સ્ટાર રૅંક કહેવાય છે. આમની વર્ધી પર એક બ્લ્યુ અને કાળી પટ્ટી સાથે વધુ એક પટ્ટી હોય છે.

ઍર કમોડોર :

ઍર કમોડોર ઍર વાઇસ માર્શલ કરતા જૂનિયર અને ગ્રુપ કૅપ્ટન રેંજ કરતા સીનિયર અધિકારી હોય છે. તેમની વર્ધી પર એક કાળી અને બ્લ્યુ રંગની પટ્ટી હોય છે.

ગ્રુપ કૅપ્ટન :

આ સેનાના કર્નલની બરાબરનુ પદ હોય છે અને આ એક સનીયર કમીશન ધરાવતું પદ છે. આમની વર્ધી પર ચાર પટ્ટીઓ લાગેલી હોય છે.

વિંગ કમાંડર :

વિંગ કમાંડરનું પદ ગ્રુપ કૅપ્ટન કરતા નીચે હોય છે. તાજેતરમાં જ પાકિસ્તાનના સકંજામાં આવેલા અને આજે ભારત પરત ફરી રહેલા અભિનંદન વર્તમાન વાયુસેનામાં વિંગ કમાંડરનો હોદ્દો ધરાવે છે.

સ્ક્વૉડ્રન લીડર :

સ્ક્વૉજડ્રન લીડરનું પદ વિંગ કમાંડર કરતા જૂનિયર હોય છે.

ફ્લાઇટ લેફ્ટનન્ટ :

આ વાયુસેનાનું કમીશન્ડ પદ છે કે જે સ્ક્વૉડ્રન લીડર બાદ આવે છે.

ફ્લાઇંગ ઑફિસર :

ફ્લાઇંગ ઑફિસર પણ એક કમીશન પ્રાપ્ત પદ છે. આ જૂનિયર કમીશન્ડ અધિકારીઓ બાદ સૌથી જૂનિયર પદ છે.

ત્યાર બાદ જૂનિયર કમીશન્ડ કક્ષાના હોદ્દાઓ આવે છે કે જેમાં ફ્લાઇંગ માસ્ટર વૉરંટ ઑફિસર, વૉરંટ અધિકારી, જૂનિયર વૉરંટ ઑફિસર, સાર્જંટ, કૉર્રોરલ, લીડિંગ ઍરક્રાફ્ટમૅનનો સમાવેશ થાય છે.

[yop_poll id=1890]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:14 am, Fri, 1 March 19

Next Article