Kerala Rain: ભારે વરસાદે કેરળમાં તબાહી મચાવી, 18ના મોત અને 22 લાપતા, NDRF સહિત સેના અને DSCની ટુકડીઓ તૈનાત

Kerala Rain: ભારે વરસાદે કેરળમાં તબાહી મચાવી, 18ના મોત અને 22 લાપતા, NDRF સહિત સેના અને DSCની ટુકડીઓ તૈનાત
Kerala Rain

વિજયને જિલ્લા મેજિસ્ટ્રેટને અસરગ્રસ્ત અને વિસ્થાપિત લોકો માટે રાહત કેમ્પ ખોલવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Oct 17, 2021 | 8:12 AM

Kerala Rain: શનિવારે ભારે વરસાદ બાદ દક્ષિણ અને મધ્ય કેરળમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide) માં 22 લોકો ગુમ થવાની આશંકા છે. જે બાદ રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે સશસ્ત્ર દળોની મદદ લેવી પડી હતી. ભારે વરસાદને પગલે કેરળના દક્ષિણ અને મધ્ય ભાગોમાં 11 નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), બે આર્મી અને બે ડિફેન્સ સર્વિસ કોર્પ્સ (DSC) સહિત કેન્દ્રીય દળોની ટીમો તૈનાત કરવામાં આવી છે.

કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાની સરહદે આવેલા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 22 લોકો ગુમ થવાની આશંકા છે. ઇડુક્કીમાં એક કારમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેમની ઓળખ હજુ બાકી છે.

પઠાણમથિટ્ટા અને કોટ્ટાયમમાં વરસાદને કારણે વધુ સોળ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. NDRF કેરળના દક્ષિણ અને મધ્ય ભાગોમાં 11 ટીમો તૈનાત કરશે. મલપ્પુરમ, અલપ્પુઝા, એર્નાકુલમ, ત્રિશૂર, પઠાણમથિટ્ટા, પલક્કડ, કોટ્ટાયમ, કન્નૂર અને કોલ્લમમાં એક -એક ટીમ તૈનાત કરવામાં આવશે.

મુખ્યમંત્રી પિનારાયી વિજયને કેરળની રાજધાનીમાં એક તાકીદની બેઠક બાદ પોતાના નિવેદનમાં જણાવ્યું કે “રાજ્યના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ ખરેખર વિકટ છે. અમે જીવન બચાવવા માટે શક્ય બધું કરીશું.” તેમણે કહ્યું કે અમે આર્મી, નેવી અને એરફોર્સની મદદ માંગી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર તમામ ડેમોના જળ સ્તર પર નજર રાખી રહી છે. કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા અને ઇડુક્કી – ત્રણ જિલ્લાઓ મુશળધાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

Mi-17 અને સારંગ હેલિકોપ્ટર જરૂરિયાતોને પહોંચી વળવા માટે પહેલાથી જ તૈયાર સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “Mi-17 અને સારંગ હેલિકોપ્ટર જરૂરિયાતોને પહોંચી વળવા માટે પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યા છે. કેરળમાં હવામાનની સ્થિતિને જોતા હવાઈ દળના દક્ષિણ કમાન્ડના તમામ પાયાને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. પેંગોડ મિલિટરી બેઝથી કોટ્ટાયમ જિલ્લાના કાંજીરાપલ્લીમાં એક ટુકડી મોકલવામાં આવી છે, જેમાં એક અધિકારી, બે જેસીઓ અને 30 અન્ય જવાનોનો સમાવેશ થાય છે.

ભારતીય નૌકાદળના દક્ષિણ કમાન્ડએ કહ્યું કે તે બચાવમાં સ્થાનિક વહીવટીતંત્રને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે. નૌસેનાએ ટ્વિટ કર્યું હતું કે, માહિતી મળતા જ ડાઇવર અને બચાવ ટીમ તૈનાત માટે તૈયાર છે. એકવાર હવામાન અનુકૂળ હોય, હેલિકોપ્ટર મદદ શરૂ કરવા માટે તૈયાર છે.

હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગે કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા, ત્રિશૂર, એર્નાકુલમ, ઇડુક્કી અને પલક્કડ એમ છ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યું છે. આમાંના મોટાભાગના જિલ્લાઓમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ થયો છે. દબાણ ઘટાડવા માટે નજીકના ઘણા ડેમ ભરાઈ ગયા છે અને કેટલાકના દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કોટ્ટાયમના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 30 સેમી વરસાદ પડ્યો છે, કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાશે.

મુખ્યમંત્રી પિનારાયી વિજયને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી મુખ્યમંત્રી પિનારાયી વિજયને શનિવારે સાંજે વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ સરકારી એજન્સીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવા અને પૂર અથવા ભૂસ્ખલન થવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાંથી લોકોને ખસેડવા તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

વિજયને જિલ્લા મેજિસ્ટ્રેટને અસરગ્રસ્ત અને વિસ્થાપિત લોકો માટે રાહત કેમ્પ ખોલવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ શિબિરોનું કોવિડ -19 નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.

હવામાન વિભાગની 19 ઓક્ટોબર સુધી વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે 18 ઓક્ટોબર સુધી પઠાણમથિટ્ટાના ગાઢ જંગલોમાં આવેલા સબરીમાલા અયપ્પા મંદિરમાં કોઈ યાત્રાળુઓને આવવા દેવા જોઈએ નહીં. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, જે 18 ઓક્ટોબરથી ખોલવાની હતી, હવે 20 ઓક્ટોબરથી શરૂ થશે, એમ નિવેદનમાં જણાવાયું છે. વિજયને રાજ્યના લોકોને આગામી 24 કલાક દરમિયાન વધુ સતર્ક રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: ‘સુપર ડાન્સર’ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત

આ પણ વાંચો: UP Assembly Election: સપાએ બાબા સાહેબ વાહિનીનું કર્યું ગઠન, દલિત મતદરોને રીઝવવા BSPના પૂર્વ નેતાને સોંપાયું સુકાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati