Kerala Lockdown : કોરોનાના પગલે 30 મે સુધી વધ્યું લોકડાઉન, ત્રણ જિલ્લામાંથી ત્રિપલ લોકડાઉન હટાવાયું

Chandrakant Kanoja

|

Updated on: May 21, 2021 | 7:17 PM

Kerala માં લોકડાઉનની મુદત 30 મે સુધી લંબાવી દીધી છે. જો કે તેમાં રાહતની વાત એ છે કે ચાર જિલ્લામાંથી ત્રણ જિલ્લામાં તિરુવનંતપુરમ, અર્નાકુલમ અને થ્રિસુરમાંથી આવતીકાલથી ત્રિપલ લોકડાઉન દૂર કરવામાં આવશે

Kerala Lockdown : કોરોનાના પગલે 30 મે સુધી વધ્યું લોકડાઉન, ત્રણ જિલ્લામાંથી ત્રિપલ લોકડાઉન હટાવાયું
કોરોનાના પગલે 30 મે સુધી વધ્યું લોકડાઉન

Kerala Lockdown : દેશમાં કોરોના વાયરસના કેસોમાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે. જો કે તેમ છતાં કોરોના વાયરસથી થઈ રહેલા મૃત્યુ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે . જો કે આ દરમ્યાન આજે Kerala માં લોકડાઉનની મુદત 30 મે સુધી લંબાવી દીધી છે. જો કે તેમાં રાહતની વાત એ છે કે ચાર જિલ્લામાંથી ત્રણ જિલ્લામાં તિરુવનંતપુરમ, અર્નાકુલમ અને થ્રિસુરમાંથી આવતીકાલથી ત્રિપલ લોકડાઉન દૂર કરવામાં આવશે

જેની પાછળનું કારણ કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો અને સક્રિય કિસ્સાઓમાં ઘટાડો હોવાનું જાણવા મળ્યું છે. કેરલના મુખ્યમંત્રી પિનરાય વિજયનએ જણાવ્યું છે કે મલપ્પુરમમાં ત્રિપલ લોકડાઉન ચાલુ રહેશે.

Kerala સરકારે વધતા જતા કેસના કારણે આ ચાર જિલ્લાઓમાં 16 મેથી 23 મે દરમિયાન ત્રિપલ લોકડાઉન લાગુ કર્યું હતું. આ જિલ્લાઓની સરહદોને પણ વાયરસનો ફેલાવો રોકવા માટે સીલ કરવામાં આવી હતી. તેની સાથે એક દિવસ દુકાનો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન પિનરાય વિજયને લોકડાઉનને વધારવાની જાહેરાત કરતી વખતે કોરોનાના છેલ્લા 24 કલાકમાં જે કેસ સામે આવ્યા છે તેની પણ જાણકારી આપી હતી. સીએમ વિજયને કહ્યું,કે કેરલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,673 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 10,332 લોકો સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં 122 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 19,79,919 લોકો સાજા થયા છે. જયારે અત્યાર સુધી 6994 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં3,06,346 સક્રિય કેસ છે, જેઓ હોમ આઈસોલેશનમાં છે અથવા હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. છેલ્લા એક દિવસમાં રાજ્યમાં 1,33,558 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati