આતંકીઓનાં કિલ્લા શોપિયાંમાં સેનાનો સપાટો, અત્યાર સુધીમાં 40 આતંકીઓ ઠાર, ચાર જ દિવસમાં હિઝબુલનાં બે કમાન્ડર સહિત 14નો સફાયો

|

Jun 11, 2020 | 3:23 PM

જમ્મુ કાશ્મીરનાં શોપીયાં વિસ્તારમાં સેના એ સપાટો બોલાવતા ચાર જ દિવસમાં હિઝબુલનાં બે મોટા ગજાનાં કમાંડર સહિત 14 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેતા આતંકીઓના આકાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક બાદ એક આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાઓ જ તેમના માટે કબર બની રહ્યા છે. સુરક્ષા દળો નાના મોટા એક એકને વીણીની ઠાર મારી રહી હોવાથી તેની ગુંજ […]

આતંકીઓનાં કિલ્લા શોપિયાંમાં સેનાનો સપાટો, અત્યાર સુધીમાં 40 આતંકીઓ ઠાર, ચાર જ દિવસમાં હિઝબુલનાં બે કમાન્ડર સહિત 14નો સફાયો
http://tv9gujarati.in/kashmir-ma-sena-…-ma-14-ne-maarya/

Follow us on

જમ્મુ કાશ્મીરનાં શોપીયાં વિસ્તારમાં સેના એ સપાટો બોલાવતા ચાર જ દિવસમાં હિઝબુલનાં બે મોટા ગજાનાં કમાંડર સહિત 14 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેતા આતંકીઓના આકાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક બાદ એક આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાઓ જ તેમના માટે કબર બની રહ્યા છે. સુરક્ષા દળો નાના મોટા એક એકને વીણીની ઠાર મારી રહી હોવાથી તેની ગુંજ પાકિસ્તાન સુધી પહોચી છે. અગર નાની મોટી એકાદ બે ઘટનાઓને નજરઅંદાજ કરીએ તો હાલમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં ન તો પથ્થરમારો થયો છે કેે ન તો કોઈ એ હડતાળ કરી છે. એનો મતલબ એ છે કે આતંકવાદીઓ ને મળી રહેલા સમર્થનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ એ આ વર્ષે દેશી વિદેશી મળીને 250 આતંકવાદીઓને લીસ્ટ પર લીધા હતા જેમાંથી 70 જેટલા તો શોપિયાં જ સક્રિય હતા, 50 જેટલા સ્થાનિક હતા. વિતેલા પાંચ મહિનામાં બે ડઝન જેટલા સ્થાનિક યુવાનો આતંકવાદી બન્યા જેમાના મોટા ભાગના ને ઠાર મારવામાં આવ્યા તો અમુક પાછા ઘરે આવી ગયા છે.

શોપિયાં વિસ્તારની વાત કરીએ તો તેને આતંકવાદીઓનો ગઢ એમ નેમ નથી કહેવાતો, સુરક્ષા એજન્સીઓેએ આતંકીઓના ખાત્માની શરૂઆત શોપિયાથી જ કરી હતી. દક્ષિણ કાશ્મીરના પીર પંચાલના પહાડી વિસ્તારનાં ડાબા ભાગે પડતું શોપિયાં, એ જમ્મુ કાશ્મીરનું પ્રવેશ દ્વાર છે. આવિસ્તારમાં દુર દુર સુધી જંગલ છે એ સિવાય આ એક ગ્રામ્ય વિસ્તાર પણ છે. આતંકવાદીઓને આ વિસ્તારમાંથી કેડરની કોઈ દિવસ કમી જ નથી રહી. ભાગલાવાદીઓનું વર્ચસ્વ અને આતંકીઓ સાથેના જોડાણે તેમના માટે સ્વર્ગનું નિર્માણ કર્યું હતું. ઉપરાંત આ એ વિસ્તાર છે કે જ્યાં 2009માં બે યુવતિઓની લાશ મળી આવેલી અને તે લાશ માટે સુરક્ષા દળને જવાબદાર ગણાવવાની પેરવી રચવામાં આવી હતી, જો કે સીબીઆઈ તપાસમાં સત્ય સામે જ આવી ગયું. એટલે કે આ વિસ્તાર સુરક્ષા દળો માટે પડકારરૂપ બની રહ્યો હતો.

સવા ત્રણ લાખની વસ્તી વાળુ શોપિયાં પહેલેથી જ કાશ્મીરમાં ભાગલાવાદી રાજનીતિનું કેન્દ્ર બની રહ્યું. વર્ષ 2005 થી લઈ 2009 સુધી આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ ઓછી થઈ હતી પરંતુ વર્ષ 2010 ફરી સુરક્ષા દળ માટે માથાનો દુખાવો બની રહ્યું.  આઠ વર્ષમાં વસીમ મલ્લા, જીનત ઈસ્લામ, સદ્દામ પડર, એતમાદ, જુબૈર તુર્રે જેવા કેટલાય ખુંખાર આતંકીઓ પેદા થયા અને માર્યા ગયા. એક IPS અધિકારીનો ભાઈ પણ આતંકવાદી બની ગયો હતો.  આ જ વર્ષે જાન્યુઆરીમાં DSP દેવેન્દ્રસિંહ સાથે પકડાઈ ગયો તે આતંકી નવીદ મુસ્તાક પણ શોપિયાં થી જ છે. સુરક્ષા એજન્સીઓ મુજબ પાછલા ત્રણ વર્ષમાં લગભગ 100 નવા આતંકીઓ આ વિસ્તારે આપ્યા છે અને 80 જેટલા માર્યા ગયા. હવે જ્યારે તેમના રેતીનો કિલ્લો ધસવા લાગ્યો ત્યારે તેમણે સ્થાનિક લોકો અને પોલીસ કર્મીઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે, આવી 15 જેટલી ઘટના સામે આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

શોપિયાંનો કિલ્લો ધ્વસ્ત કરવા માટે સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો તાલમેલ, યુવાનોનું કાઉન્સેલીંગ, સોશ્યલ મીડિયા પર કડક નજર, આતંકીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર નેટવર્ક સાથે કામ કરનારા નેતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીનું પરિણામ છે જે આજે અસર દેખાડી રહ્યું છે. આતંકીઓના કિલ્લાનાં કાંગરા ખેરવવાવાળા એક અધિકારીની વાત માનીએ તો આતંકીઓનાં પ્રભાવનાં આધાર પર ત્રણ વિસ્તાર જેનપોરા, શોપિયા અને કેલ્લરમાં વિભાજીત કરીને રાખવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સુરક્ષાદળો એ પોતાનું ઈન્ટેલીજન્સ નેટવર્ક પાવરફુલ બનાવી દીધું. શોપિયાંમાં પાંચ મહિનામાં ત્રણ ડઝનની આસપાસ આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરી નાખવામાં આવ્યા, જ્યારે 80 જેટલા આતંકીઓનાં મદદગારને પકડી લેવાયા છે. આમ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનાં સ્વપ્નનાં વિસ્તાર શોપિયાંમાં જ તેમની કબર ખોદી નાખવામાં સેનાને સફળતા મળી છે.

 

 

Next Article