કર્ણાટકની આ શાળા બની કોરોના હોટસ્પોટ, 33 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શાળાને લાગ્યા તાળા

|

Oct 28, 2021 | 5:10 PM

મળતી માહિતી અનુસાર કર્ણાટકની જવાહર નવોદય વિદ્યાલયમાં 270 વિદ્યાર્થીઓમાંથી 33 કોરોના સંક્રમિત થયા છે. હાલ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે.

કર્ણાટકની આ શાળા બની કોરોના હોટસ્પોટ, 33 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શાળાને લાગ્યા તાળા
File Photo

Follow us on

Karnataka : કર્ણાટકના કોડાગુ જિલ્લાની એક શાળામાં કોરોના વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. અહીં ભણતા 33 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્ર (Health Department) દોડતુ થયુ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ હળવુ થતા હાલ શાળા-કોલેજો ખોલવાને મંજુરી આપવામાં આવી છે. ત્યારે હાલ એક સાથે 33 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓની ચિંતા વધી છે.

નવોદય વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ થતા વાલીઓની ચિંતા વધી

મળતી માહિતી અનુસાર 270 વિદ્યાર્થીઓમાંથી 33 કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બાકીના વિદ્યાર્થીઓને આઈસોલેટ કરવા જણાવ્યુ છે. કર્ણાટકની જવાહર નવોદય વિદ્યાલયમાં (Javahar Navoday School) કોરોના વિસ્ફોટ થતા હાલ શાળાને બંધ કરવામાં આવી છે. આ મામલે શાળા પ્રશાસને જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી. પોઝિટિવ જોવા મળતા મોટાભાગના વિદ્યાર્થીઓ એસિમ્પટમેટિક છે અને શાળાના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કોરોના ગાઈડલાઈન સાથે શાળાઓને ફરીથી ખોલવામાં આવી

ઉલ્લેખનીય છે કે, 25 ઓક્ટબરના રોજ કર્ણાટકમાં કોવિડ -19 ગાઈડલાઈન (Corona Guidelines) સાથે ધોરણ 1-5 ના વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. જો કે રાજ્ય સરકારે ધોરણ 6 થી 8 ના વર્ગ 6 સપ્ટેમ્બરથી અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 23 ઓગસ્ટથી જ શાળાઓ ખોલી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો

કર્ણાટકમાં બુધવારે 282 નવા કેસો (Corona Case) સામે આવ્યા હતા અને 13 દર્દીઓના મૃત્યુ થયા હતા, જેનાથી કેસ વધીને 29,86,835 અને મૃત્યુઆંક વધીને 38,037 પર પહોંચ્યો છે. તેમજ રિકવરી થયેલા કુલ દર્દીઓની સંખ્યા 29,40,339 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ 8430 એક્ટિવ કેસ છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ કર્ણાટકની એક કોલેજ કોરોના હોટસ્પોટ (Corona Hotspot) બની હતી. અહીં કોલારની કેજીએફ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલના 32 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: Big News : NTAને પરિણામો જાહેર કરવા લીલી ઝંડી, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

આ પણ વાંચો: સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?

Next Article