કર્ણાટકના વન મંત્રીનું હાર્ટ એટેકના કારણે નિધન, રાજકીય બેડામાં શોકની લહેર

|

Sep 07, 2022 | 7:17 AM

કર્ણાટકના વન મંત્રી ઉમેશ કટ્ટીનું 61 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

કર્ણાટકના વન મંત્રીનું હાર્ટ એટેકના કારણે નિધન, રાજકીય બેડામાં શોકની લહેર
Karnataka Minister Umesh Katti dies

Follow us on

કર્ણાટક સરકારના (karnataka govt) મંત્રી ઉમેશ કટ્ટીએ (Umesh Katti) 61 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે.મંગળવારે મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમના પરિવાર દ્વારા તેમને તાત્કાલિક બેંગ્લોરની (Bengaluru) એમએસ રામૈયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ડૉલર કોલોની સ્થિત તેમના ઘરે તેમને હાર્ટ એટેક (heart attack) આવ્યો હતો. બેલાગવી જિલ્લાના હુક્કેરી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઉમેશને રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો, ત્યારબાદ તેઓ બાથરૂમમાં પડી ગયા હતા.

હાર્ટ એટેકના સમાચાર મળતા જ ઉમેશ કટ્ટીના અનેક સગા-સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય મંત્રી ડો.સુધાકરે પણ રામૈયા હોસ્પિટલની (Ramaiya Hospital)  મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હોય. આ પહેલા પણ તેને બે વખત હાર્ટ એટેક આવ્યા હતા.

CM બાસવરાજ બોમ્મઈએ શોક વ્યક્ત કર્યો

કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ (CM Basavraj Bommai)  તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું, ‘મારા નજીકના સહકર્મી, વન મંત્રી ઉમેશ કટ્ટીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેમના અવસાનથી રાજ્યએ એક કુશળ રાજદ્વારી, એક સક્રિય નેતા અને એક વફાદાર જાહેર સેવક ગુમાવ્યો છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.’

ઉમેશ કટ્ટીને કર્ણાટકના CM બનવાની ઈચ્છા હતી

ઉમેશ કટ્ટીનું સપનું હતું કે ઉત્તર કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણાની જેમ અલગ રાજ્ય બને. તેમણે કહ્યું હતું કે, મારા નસીબમાં લખ્યું હશે તો હું મુખ્યપ્રધાન બનીશ. 224 ધારાસભ્યોમાં હું વરિષ્ઠ ધારાસભ્ય છું.” તેમણે સીએમ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને કહ્યું કે તેમની પાસે CM બનવા માટેની તમામ યોગ્યતાઓ છે. આ સાથે તેણે કહ્યુ હતુ કે, હું ઈચ્છું છું કે ઉત્તર કર્ણાટક આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની જેમ અલગ રાજ્ય બને.

Next Article