Karnataka Election : અડધા કિલો દૂધથી યુનિફોર્મ સિવિલ કોડ સુધી, આ છે ભાજપના ચૂંટણી વચનો

ભારતીય જનતા પાર્ટીએ, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ બોમાઈ અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ પાર્ટીનો મેનિફેસ્ટો 'પ્રજા ધ્વની' બહાર પાડ્યો છે.

Karnataka Election : અડધા કિલો દૂધથી યુનિફોર્મ સિવિલ કોડ સુધી, આ છે ભાજપના ચૂંટણી વચનો
Karnataka Election From milk to uniform civil code these are the BJP election promises in Karnataka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 12:32 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે પોતાનો ચૂટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટી વતી મેનિફેસ્ટો બહાર પાડતા, બીજેપી અધ્યક્ષે કહ્યું કે ફરી એકવાર અમે જનતાને આપેલા વચનો પૂરા કરવા માટે તૈયાર છીએ, આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સાથે સીએમ બસવરાજ બોમાઈ સહિત ઘણા નેતાઓ હાજર હતા.

BPL પરિવારને રાહત

પાર્ટીએ તેના ઢંઢેરામાં દર વર્ષે ઉગાડી, ગણેશ ચતુર્થી અને દિવાળી પર બીપીએલ પરિવારોને ત્રણ ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. એટલું જ નહીં, પોષણ યોજના હેઠળ દરેક બીપીએલ પરિવારને દરરોજ અડધો કિલો નંદિની દૂધ અને પાંચ કિલો રાશન કીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 રાંધણ ગેસના ત્રણ સિલિન્ડર ફ્રી

ખાસ કરીને ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં 7 ‘A’ને ધ્યાનમાં રાખ્યું છે. તેમાં અન્ન, અક્ષરા, આરોગ્ય, અભિવૃદ્ધિ, આદયા અને અભયાનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપે બીપીએલ કાર્ડ ધારકોને ત્રણ ફ્રી રાંધણ ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત તેમણે પોષણ યોજના હેઠળ દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર સ્થાપવાનું અને દરેક BPL કાર્ડ ધારક પરિવારને અડધો લિટર નંદિની દૂધ આપવાનું વચન આપ્યું છે.

ભાજપે રાજ્યમાં ગરીબોને 10 લાખ ઘર આપવાની પણ જાહેરાત કરી છે. તે જ સમયે, સામાજિક ન્યાય નિધિ યોજના હેઠળ, SC-ST મહિલાઓને પાંચ વર્ષ માટે 10,000 રૂપિયાની FDનું વચન આપવામાં આવ્યું છે.

કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાશે

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 80 અને જેડીએસને 37 બેઠકો મળી છે. જો કે આ ચૂટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી.

JD(S)ના મેનિફેસ્ટોમાં શું છે ખાસ?

તાજેતરમાં, જનતા દળ (સેક્યુલર) એ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં JDS દ્વારા મુસ્લિમો માટે ચાર ટકા અનામત પુનઃસ્થાપિત કરવાનું વચન આવ્યું છે. પાર્ટીએ તેના મેનિફેસ્ટોનું નામ “જનતા પ્રાણલિકા” (લોકોનો મેનિફેસ્ટો) રાખ્યું છે. JD(S) એ નંદિની બ્રાંડને બચાવવા માટે રાજ્યમાંથી અમૂલને “બહાર કાઢવા” સહિત અન્ય વચનો આપ્યા છે. પાર્ટીએ ખાનગી ક્ષેત્રમાં કન્નડીગાઓ માટે નોકરીઓ અનામત રાખવાની સાથે સાથે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે મફત ઉચ્ચ શિક્ષણ માટે કાયદો બનાવવાની ખાતરી આપી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">