Karnataka: ધારવાડમાં એક સાથે 66 મેડિકલ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા, તમામે લીધા હતા વેક્સિનના બંને ડોઝ

|

Nov 25, 2021 | 4:26 PM

ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે જણાવ્યું હતું કે, સંક્રમિતોની સંખ્યા વધી શકે છે કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Karnataka: ધારવાડમાં એક સાથે 66 મેડિકલ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા, તમામે લીધા હતા વેક્સિનના બંને ડોઝ
File Photo

Follow us on

કર્ણાટકના ધારવાડમાં (Dharwad) સંપૂર્ણ રસી લીધેલા મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ ફરીથી કોરોનાથી સંક્રમિત થયા છે. જે બાદ 2 હોસ્ટેલ સીલ કરવામાં આવી છે. આ બાબતની માહિતી આપતાં ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે જણાવ્યું હતું કે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ (Medical Students) ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે તે તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે. કોલેજમાં નોંધાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના છે.

સાવચેતીના ભાગરૂપે એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલની (Medical College) બે હોસ્ટેલ સીલ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પરિસરને કોર્ડન કરી લીધું છે. હોસ્પિટલ સ્ટાફ ઉપરાંત આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનરે મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ સારવાર આપવામાં આવશે
ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે કહ્યું કે ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ, જેમને કોવિડ રસીના (Corona Vaccine) બંને ડોઝ આપવામાં આવ્યા હતા, તેઓની સારવાર હોસ્ટેલમાં જ કરવામાં આવશે. પાટીલે કહ્યું, બાકીના 100 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અમે બે હોસ્ટેલ સીલ કરી છે. વિદ્યાર્થીઓને સારવાર અને ભોજન આપવામાં આવશે. હોસ્ટેલમાંથી કોઈને બહાર જવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવશે તેમને પણ હોસ્ટેલ પરિસરમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બધા વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા હતા
એવી આશંકા છે કે તાજેતરમાં કોલેજની એક ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, અમે શોધી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ કોલેજમાંથી ક્યાં ગયા હતા. અમને શંકા છે કે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે તે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવ્યો છે. અમે પ્રાથમિક અને ગૌણ સંપર્કોને પણ શોધી કાઢ્યા છે અને તેનું પરીક્ષણ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓને કોરોના રસીના બંને ડોઝ મળી ગયા છે.

 

આ પણ વાંચો : Delhi: પાકિસ્તાનના શાહિદ હમીદ નામના વ્યક્તિએ ગૌતમ ગંભીરને ધમકી ભર્યો મેલ મોકલ્યો હતો, દિલ્હી પોલીસે કરી ઓળખ

આ પણ વાંચો : Noida International Airport Inauguration: PM મોદીએ કહ્યું ‘7 દાયકા પછી યુપીને તે મળ્યું જેનું તે હકદાર હતું’

Next Article