AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka hijab controversy : હું વિધાનસભામાં પણ હિજાબ પહેરું છું, હિંમત હોય તો સરકાર રોકીને બતાવે, કોંગ્રેસ ધારાસભ્ય ફાતિમા

કોંગ્રેસના ધારાસભ્ય કનીઝ ફાતિમા (Congress MLA Kaneez Fatima) એ કહ્યું, અત્યાર સુધી દરેક હિજાબ પહેરતા હતા. હવે ઘણું મોડું થઈ ગયું છે. શા માટે તેઓ અચાનક અમને રોકે છે બુરખા-હિજાબ કોઈ નવી વાત નથી.

Karnataka hijab controversy : હું વિધાનસભામાં પણ હિજાબ પહેરું છું, હિંમત હોય તો સરકાર રોકીને બતાવે, કોંગ્રેસ ધારાસભ્ય ફાતિમા
Congress MLA Kaneez Fatima (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 2:04 PM
Share

Congress MLA : કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (Karnataka Hijab Controversy) વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય કનીઝ ફાતિમા (Congress MLA Kaneez Fatima)એ તેમના સમર્થકો સાથે શનિવારે કલબુર્ગી જિલ્લા કલેક્ટર કચેરી (Kalaburagi District)ની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના શિક્ષણ પ્રશાસને મુસ્લિમ શાળાની વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

મીડિયા સાથે વાત કરતા ફાતિમાએ કહ્યું કે તે વિધાનસભામાં હિજાબ પણ પહેરું છે. ફાતિમાએ રાજ્ય સરકારને પડકાર ફેંકતા કહ્યું કે સરકાર હિજાબ પહેરવાનું બંધ કરીને બતાવે. ફાતિમાએ કહ્યું, અમે હિજાબનો રંગ યુનિફોર્મના રંગ સાથે મેચ કરવા માટે તેને બદલવા માટે તૈયાર છીએ, પરંતુ અમે તેને પહેરવાનું બંધ કરી શકતા નથી. હું એસેમ્બલીમાં હિજાબ પણ પહેરું છું. જો સરકાર રોકી શકતી હોય તો મને આમ કરવાથી રોકે.

વિદ્યાર્થીનીઓની સતત હેરાનગતિ’ – કોંગ્રેસ

કર્ણાટક વિધાનસભા (Karnataka Assembly) માં ગુલબર્ગા (ઉત્તર) મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ફાતિમાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, રાજ્ય શિક્ષણ પ્રશાસન (State Education Administration) દ્વારા વિદ્યાર્થીનીઓને સતત હેરાન કરવામાં આવી રહી છે. ફાતિમાએ કહ્યું, તેમને (છોકરી વિદ્યાર્થીઓ)ને શાળાઓમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. તે પણ એવા સમયે જ્યારે વાર્ષિક પરીક્ષાઓને માત્ર બે મહિના બાકી છે. તેના વિરોધમાં તમામ જાતિ અને ધર્મના લોકો ડીસી ઓફિસ, કલબુર્ગી ખાતે એકઠા થયા છે.

નિયત ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે

કોંગ્રેસના ધારાસભ્યએ એમ પણ કહ્યું કે, આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી (Basavaraj Bommai)ને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે અને બાદમાં ઉડુપીમાં પણ વિરોધ કરવામાં આવશે. ફાતિમાએ કહ્યું, ‘અત્યાર સુધી દરેક તેને (હિજાબ) પહેરતા હતા. હવે ઘણું મોડું થઈ ગયું છે. શા માટે તેઓ અચાનક અમને રોકે છે ? બુરખા-હિજાબ કોઈ નવી વાત નથી.

નોંધપાત્ર વાત એ છે કે, કર્ણાટક શિક્ષણ વિભાગે (Karnataka Education Department) શનિવારે એક આદેશ જાહેર કરીને કહ્યું કે, ‘તમામ શાળાઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મનું પાલન કરવું પડશે. ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ તેમના સંબંધિત મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયેલ ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે

આ પણ વાંચો : યુક્રેન સાથે ચિંતાના માહોલ વચ્ચે રશિયાએ TU-22M3 ફાઈટર જેટ બેલારુસ મોકલ્યા, પરમાણુ બોમ્બ ફેંકવામાં સક્ષમ હોય હુમલાનું જોખમ વધ્યું

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">