આ છે ઘોર કળિયુગ ! વારંવાર પેશાબ કરવા બદલ આંગણવાડી શિક્ષકે બાળકનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો

Anganwadi teacher : ભારતના દક્ષિણી રાજ્યમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આંગણવાદી શિક્ષિકાએ નજીવી બાબતે 3 વર્ષના બાળકનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો હતો.

આ છે ઘોર કળિયુગ ! વારંવાર પેશાબ કરવા બદલ આંગણવાડી શિક્ષકે બાળકનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો
Karnataka Anganwadi teacher burns child private partImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 5:41 PM

બાળક માટે તેના બાળપણનો સમય ખુબ જ મહત્વનો અને અમુલ્ય હોય છે. આજ સમયમાં તે જેવું શીખે છે, જોઈ છે અને જે ઘટના તેની સાથે બને છે તેની અસર તેના ભવિષ્ય પર પડે છે. આ સમયમાં બાળકની નાદાન આદતોની સાથે સાથે તેના નખરા પણ સહન કરવા પડે છે. બાળકને ખરાબ આદતો છોડાવા માટે તેને ધીરજથી સમજાવું પડે છે. પણ કેટલીકવાર આ પ્રક્રિયા દરમિયાન મા-પિતા અને શિક્ષકો પણ ધીરજ ગુમાવી બેસે છે અને ન કરાવાના કામ કરી બેસે છે. એવા અનેક કિસ્સા આપણે ભવિષ્યમાં સાંભળ્યા જ છે. મા-પિતા, કેરટેકર અને શિક્ષકો બાળકના રડવા અને બીજી અન્ય આદતને કારણે ગુસ્સામાં આવીને તેમને ઢોરમાર મારતા હોય છે. આવા અનેક કિસ્સામાં બાળકનું મૃત્યુ પણ થયુ છે. હાલમાં ભારતના દક્ષિણી રાજ્ય કર્ણાટકમાંથી (Karnataka) આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક આંગણવાદી શિક્ષિકાએ (Anganwadi teacher) નજીવી બાબતે 3 વર્ષના બાળકનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો હતો.

કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં આ ચોંકાવનારી ઘટના બની છે. આ જિલ્લાની એક આંગણવાડમાં એક બાળક પોતાના પેન્ટમાં જ વારંવાર પેશાબ કરી રહ્યો હતો. બાળકના આ કામ જોઈ ગુસ્સામાં આવી એક આંગળવાડી શિક્ષિકાએ બાળકને ડરાવવા માટે તેનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો હતો.

દલિત સમુદાયનો છે બાળક

આ ઘટનાની ચર્ચા ચારેય બાજુ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ પીડિત બાળક દલિત ‘કોરમ’ સમુદાયનું છે.આ 3 વર્ષના બાળકનો પ્રાઈવેટ પાર્ટ ખુબ જખ્મી થઈ ગયો છે અને તેના જાંઘ પર પણ નીશાન દેખાય રહ્યા છે. તે બાળકની સારવાર જન સ્વાસ્થ્ય કેન્દ્રમાં થઈ રહી છે. આ ઘટનાને કારણે જિલ્લા બાળ સંરક્ષણ કેન્દ્રના અધિકારીઓ આ ગામમાં પહોંચ્યા છે. મહિલા અને બાળ કલ્યાણ અધિકારીઓએ બાળકના પરિવારજનોના નિવેદન નોંધી લીધા છે અને આંગણવાડીના શિક્ષક અને તેની સહાયિકાને નોટિસ ફટકારી છે. પીડિત બાળક અને તેના પરિવારના કાઉંસેલિંગ માટે ચાઈલ્ડ કાઉંસેલર મોકવામાં આવ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

થોડા દિવસ પહેલા થયુ હતું માતાનું મૃત્યુ

રિપોર્ટ અનુસાર, આ બાળકની માતાનું મૃત્યુ 15 દિવસ પહેલા કેન્સરના કારણે થયુ હતુ. તે હાલ તેની દાદી અને પિતા સાથે રહેતો હતો. આ બાળકનો મોટો ભાઈ ધોરણ 6માં અભ્યાસ કરે છે. તેઓ વર્ષોથી ચિકમગલૂરમાં રહેતા હતા, માતાના મૃત્યુ પછી આ બાળક પરિવાર સાથે ગોદેકેરે ગામમાં આવ્યા હતા. જણાવી દઈએ કે, બાળકની દાદીએ આંગણવાડી શિક્ષક અને તેની સહાયિકાને આ બાળકની વારંવાર પેશાબ કરવાની આદત છોડાવવા કહ્યુ હતુ, પણ તે દાદીને પણ અંદાજ ન હતો કે તેના માટે આ લોકો આવું ખતરનાક કામ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">