કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, અખિલેશ યાદવની હાજરીમાં સપામાંથી રાજ્યસભા માટે ભર્યું ઉમેદીવારી પત્ર

|

May 25, 2022 | 2:05 PM

રાજ્યસભામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના (Samajvadi party)પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, અખિલેશ યાદવની હાજરીમાં સપામાંથી રાજ્યસભા માટે ભર્યું ઉમેદીવારી પત્ર
Kapil Sibal

Follow us on

કપિલ સિબ્બલે (Kapil Sibbal)ઉમેદવારી પત્ર ભરીને કહ્યું હતું કે મે અપક્ષ તરીકે રાજ્યસભા (Rajyasabha)માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. અને 16 મેના રોજ મે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કપિલ સિબ્બલે  સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવનો (Akhilesh yadav)આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે મારું સમર્થન કર્યું તે માટે હું અખિલેશ યાદવને ધન્યવાદ પાઠવું છું. સાથે જ તેમણે આઝમ ખાનનો પણ આભાર માન્યો હતો.

સાથે જ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે બધા જ એક થાય અને એક મજબૂત વિપક્ષ તરીકે મોદી સરકારનો વિરોધ કરી શકે. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2024માં એવું વાતાવરણ બને કે મોદી સરકારની જે ખામી છે તેને જનતા સુધી પહોંચાડવામાં આવે. હું સમજું છું કે એક નિર્દળીય અવાજ ઉઠશે તો લોકોને એમ લાગશે કે તે વ્યક્તિ કોઈ પક્ષ સાથે જોડાયેલી નથી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે લખનૌમાં સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવની હાજરીમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે 16 મેના રોજ મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ એક થાય અને મજબૂત વિપક્ષ બનીને મોદી સરકારનો વિરોધ કરી શકે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સપા વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે.  રાજયસભા માટે પ્રથમ ઉમેદવારી સપા તરફથી કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું  હતું કે રાજ્યસભા માટે અન્ય બે લોકોના નામની જાહેરાત બહુ જલ્દી કરવામાં આવશે. જણાવી દઈએ કે રાજ્યસભામાં અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના પાંચ સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

 

Published On - 12:51 pm, Wed, 25 May 22

Next Article