Kanwar Yatra 2021: કાવડ યાત્રા અંગેની સુનાવણીમાં SCનું આકરુ વલણ, જાણો કાવડ યાત્રાને લઈને SCએ શું કર્યા આદેશ?

|

Jul 16, 2021 | 3:10 PM

કાવડ યાત્રાની સુનાવણી કરતા જસ્ટિસ આર.એફ. નરીમાને(R.F.Narima) જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિએ દરેકને અસર કરી છે.ત્યારે UP સરકારે તેના નિર્ણય પર પુન:ર્વિચાર કરવો જોઈએ. મહત્વનું છે કે, કાવડ યાત્રા યોજવા પર સુપ્રીમ કોર્ટે દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ આપવામાં આવ્યો નથી. અને જેના પર કેન્દ્રએ પણ સંમતિ દર્શાવી છે.

Kanwar Yatra 2021: કાવડ યાત્રા અંગેની સુનાવણીમાં SCનું આકરુ વલણ, જાણો કાવડ યાત્રાને લઈને SCએ શું કર્યા આદેશ?
Kanwar Yatra hearing in Supreme Court

Follow us on

કાવડ યાત્રાને(Kanwar Yatra) લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. SC એ સુનાવણી કરતા જસ્ટિસ આર.એફ. નરીમાએ જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિએ દરેકને અસર કરી છે.ત્યારે UP સરકારે તેના નિર્ણય પર ફરીથી વિચારણા કરવી જોઈએ. અને જો વિચારણા કરવામાં નહિ આવે તો, SC દ્વારા આદેશ જારી કરીને UP સરકારને આદેશ આપશે.

ઉલ્લેખનીય છે કે,ઉત્તર પ્રદેશ(Uttar pradesh) સરકાર દ્વારા કાવ઼ડ યાત્રાને મંજૂરી આપવાના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીના સંદર્ભમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે, હવે કાવડ યાત્રા પર કેન્દ્ર સરકારનું (Central Government)  નિવેદન પણ સામે આવ્યું છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે, કે કાવડ યાત્રાને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંજુરી(Approval) આપી શકાય નહીં.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને (Supreme Court) કહ્યું હતું કે કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને હરિદ્વારથી ગંગાજળ લાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યોએ ચોક્કસ સ્થળોએ ટેન્કર દ્વારા ગંગા જળ આપવું જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કાવડ યાત્રા અંગેની સુનાવણીમાં SCનું આકરુ વલણ

કાવડ યાત્રાની સુનાવણીમાં SCનું આકરુ વલણ જોવા મળ્યું હતું. કાવડ યાત્રાની સુનાવણી કરતા જસ્ટિસ આર.એફ. નરીમાને(R.F.Narima) જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિએ દરેકને અસર કરી છે.ત્યારે UP સરકારે તેના નિર્ણય પર પુન:ર્વિચાર કરવો જોઈએ. મહત્વનું છે કે, કાવડ યાત્રા યોજવા પર સુપ્રીમ કોર્ટે દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ આપવામાં આવ્યો નથી. અને જેના પર કેન્દ્રએ પણ સંમતિ દર્શાવી છે.

UP સરકારે રજુ કર્યું હતું સોગંદનામુ

કાવડ યાત્રાની સુનાવણી માટે, UP સરકારે સોગંદનામુ રજુ કર્યું હતું. રાજ્ય સરકારના એડવોકેટ(Advocate) સી.એસ. વૈદ્યનાથે જણાવ્યું હતું કે, કંવર યાત્રામાં ભાગ લેવા માટે RT-PCR પરીક્ષણ કરવું જરૂરી રહેશે. ઉપરાંત, કાવડ યાત્રામાં મર્યાદિત લોકોને જ અનુમતિ આપવામાં આવશે.અને યાત્રા માટે કેટલીક માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરને(Third Wave)  ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. અને અગાઉથી જ આ માટે જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 25 જુલાઈએ UPમાં કંવરયાત્રા શરૂ થવાની છે.

કાવડ યાત્રાનો ઇતિહાસ

કાવડ યાત્રાએ ભગવાન પરશુરામના સમય સાથે જોડાયેલ છે. પરશુરામ શિવના મહાન ભક્ત હતા. અને એવું માનવામાં આવે છે કે, એકવાર તે કણવર સાથે UPના બાગપત જિલ્લા નજીક ‘પુરા મહાદેવ’ પાસે ગયા હતા. અને ગઢમુક્તેશ્વરથી ગંગા જળ લઈ તેમણે ભોલેનાથનો જળઅભિષેક કર્યો હતો. ઉપરાંત, તે સમયે શ્રાવણ મહિનો ચાલતો હતો. ત્યારથી જ શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ હતી.આ યાત્રા UP અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં શિવ ભક્તો દ્વારા દર વર્ષે કંવર યાત્રા યોજવામાં આવે છે.

આ પણ વાંચો : Corona India : જો કોરોના સંકટને નિયંત્રિત કરવામાં નહીં આવે તો સ્થિતિ ભયાનક બનશે : વડાપ્રધાન મોદી

આ પણ વાંચો : Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ

Published On - 3:08 pm, Fri, 16 July 21

Next Article