Corona Update: સતત બીજા દિવસે 1000થી ઓછા કેસ, એક્ટિવ દર્દીઓમાં પણ ઘટાડો નોંધાયો

છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) 796 કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી (Corona Virus) સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,36,928 થઈ ગઈ છે.

Corona Update:  સતત બીજા દિવસે 1000થી ઓછા કેસ, એક્ટિવ દર્દીઓમાં પણ ઘટાડો નોંધાયો
Corona updates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 10:40 AM

ભારતમાં સતત બીજા દિવસે કોરોના (Covid-19)ના એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona Case)  796 કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,36,928 થઈ ગઈ છે. આ સાથે જ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા (Corona Active Case) ઘટીને 10,889 થઈ ગઈ છે. સોમવારે પણ દેશમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા હતા, જ્યારે તેમની સંખ્યા 861 હતી. મંગળવારે આંકડા જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુના વધુ છ કેસ સામે આવ્યા બાદ મૃત્યુઆંક વધીને 5,21,710 થઈ ગયો છે.

દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 10,889 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે. માહિતી અનુસાર, ચેપનો દૈનિક દર 0.20 ટકા છે અને સાપ્તાહિક દર 0.24 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,04,329 લોકો કોરોનાથી મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.21 ટકા છે. તમને જણાવી દઈએ કે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 185.90 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

મૃત્યુ પામેલા 70 થી વધુ લોકોને અન્ય બીમારીઓ

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

23 જૂન, 2021 ના ​​રોજ આ આંકડો 30 મિલિયનને પાર

ઉપરાંત 16 સપ્ટેમ્બર 2020ના રોજ કુલ કેસ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ આ આંકડો 30 મિલિયનને વટાવી ગયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Corona Update: વિદ્યાર્થીઓ પર તોળાયું કોરોનાનું સંકટ, આ ચાર શાળામાં કોરોનાની એન્ટ્રી થતા ખળભળાટ

g clip-path="url(#clip0_868_265)">