AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાની નિમણૂક, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું કે, અમિત શાહે 5 વર્ષ સુધી અમિત શાહે સફળતા પૂર્વક ભાજપનું નેતૃત્વ સંભાળ્યું છે. ત્યારે અમિત શાહને ગૃહ પ્રધાનની જવાબદારીનું વહન કરવાનું હોવાથી આ જવાબદારી માટે જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક […]

ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાની નિમણૂક, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
| Updated on: Jun 17, 2019 | 3:13 PM
Share

જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું કે, અમિત શાહે 5 વર્ષ સુધી અમિત શાહે સફળતા પૂર્વક ભાજપનું નેતૃત્વ સંભાળ્યું છે. ત્યારે અમિત શાહને ગૃહ પ્રધાનની જવાબદારીનું વહન કરવાનું હોવાથી આ જવાબદારી માટે જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

કોણ છે જેપી નડ્ડા

ભાજપના વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડા કે જેમને જેપી નડ્ડાના નામથી પણ ઓળખવામાં આવે છે. જેપી નડ્ડાનો જન્મ બિહારના પટનામાં વર્ષ 1960માં થયો હતો. તેમનો કોલેજ સુધીનો અભ્યાસ BA અને LLB સુધી પટનામાંથી જ થયો છે. તો સાથે તેઓ શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા હતા.

આ પણ વાંચોઃ કચ્છ તરફ ગતિમાન ‘વાયુ’ વાવાઝોડું ફરી ડિપ્રેશનમાં ફેરવાયું, આ બે વિસ્તાર વચ્ચે અથડાઈ તેવી સંભાવના

રાજનીતિમાં તેઓ સૌ પ્રથમ 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વર્ષ 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે. તો મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જેપી નડ્ડાને સ્વાસ્થય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">