AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joshimath Disaster: 4000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, આવતીકાલે અસુરક્ષિત મકાનોને તોડવામાં આવશે

મીડિયા રિપોર્ટસ અનુસાર 600 ઘરને ખાલી કરાવી લગભગ 4000 લોકોને સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરવામાં આવ્યા છે. શહેરના જે પણ મકાન અસુરક્ષિત અને જોખમી છે, તેને પાડવાનું કામ મંગળવારથી શરૂ કરવામાં આવશે.

Joshimath Disaster: 4000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, આવતીકાલે અસુરક્ષિત મકાનોને તોડવામાં આવશે
JoshimathImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 10:51 PM
Share

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર ધીમે-ધીમે જમીનની અંદર ધસી રહ્યું છે. અહીં લોકો ખુબ જ ડરેલા છે. ઘર, મંદિર, હોસ્પિટલ, સેનાના ભવન અને રસ્તા સુધી તિરાડો પડી ગઈ છે. ધીમે-ધીમે આ બધુ જ જમીનની અંદર સમાઈ રહ્યું છે. આ જોખમને જોતા સેટેલાઈટના માધ્યમથી સર્વેક્ષણ કરવામાં આવ્યું. સાથે જ તિરાડો પડેલા ઘર પર સેટેલાઈટથી નજર રાખવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર 600 ઘરને ખાલી કરાવી લગભગ 4000 લોકોને સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરવામાં આવ્યા છે. શહેરના જે પણ મકાન અસુરક્ષિત અને જોખમી છે, તેને પાડવાનું કામ મંગળવારથી શરૂ કરવામાં આવશે.

જિલ્લા પ્રશાસને શહેરના 200થી વધારે ઘરો પર રેડ ક્રોસના નિશાન લગાવી દીધા છે. જે રહેવા માટે ખૂબ જ અસુરક્ષિત છે. આ અસુરક્ષિત મકાનમાં રહેનારા લોકોને બીજી સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય સરકારે આગામી 6 મહિના માટે દર મહિને 4000 રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

જોશીમઠ આફતની મોટી અપડેટ

  1. બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી ડો. ધર્મેન્દ્ર સિંહ ગંગવારના નેતૃત્વમાં સોમવારે એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ દેહરાદૂન પહોંચી અને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સટીક સંખ્યા જાણવા માટે એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.
  2. કેન્દ્રીય ટીમે કહ્યું કે જોશમઠનો 30 ટકા ભાગ પ્રભાવિત છે. નિષ્ણાંત સમિતિ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેને પીએમઓને પ્રસ્તુત કરવામાં આવશે.
  3. જોશીમઠના ડીએમ હિમાંશુ ખુરાનાએ કહ્યું કે જળશક્તિ મંત્રાલયે એક ટીમ ગઠિત કરી હતી, જે સોમવારે આવી હતી. મંગળવારે ભારત સરકારના ગૃહમંત્રાલય તરફથી પણ એક ટીમ આવશે.
  4. ડીએમએ કહ્યું કે મંગળવારે તેમની ટીમ આવી રહી છે. આસપાસમાં જે પણ ઈમારત લોકો માટે ખતરનાક બની શકે છે, તેને લોકોની સુરક્ષા માટે ધ્વસ્ત કરવામાં આવશે.
  5. ત્યારે રવિવારે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને ફોન પર વાત કરી લોકોની સુરક્ષઆ અને પુન:ર્વાસ માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાની જાણકારી લીધી અને તેમને જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું.
  6. જોશીમઠ શહેરમાં NDRFની એક ટીમ અને SDRFની 4 ટીમ પુરી રીતે તૈનાત છે.
  7. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ જવા માટે જોશીમઠથી થઈ જવુ પડે છે. તેની આસપાસના તીર્થ સ્થળ જનારા શ્રદ્ધાળુઓ પણ ખુબ ગભરાયેલા છે. જોશીમઠમાં મોટાભાગના મકાન, રસ્તા વગેરેમાં તિરાડો પડી છે.
  8. સ્થાનિક લોકોએ ધસતી જમીનને લઈ આરોપ લગાવ્યો કે NTPCની સુરંગમાં જે રીતે બ્લાસ્ટ કરવામાં આવે છે, તે જમીન ધસવાની એક મોટુ કારણ હોય શકે છે.
  9. જમીન ધસી પડવાને લઈ પર્યાવરણથી જોડાયેલા સંગઠન સરકારની આલોચના કરી રહ્યા છે. તેમનું માનવું છે કે સ્થાનિક વિસ્તારની ભૂસ્તરશાસ્ત્રની ચિંતા કર્યા વગર આડેધડ બાંધકામ કરવામાં આવ્યું, જેના કારણે પહાડી શહેરમાં આ સ્થિતિ બની છે.
  10. જોશીમઠમાં જમીન ધસ્યા બાદ લોકો હવે સરકાર તરફથની એક અપેક્ષા રાખીને બેઠા છે. લોકોનું કહેવું છે કે સરકાર ઝડપી જ કાર્યવાહી કરી તેમને આ સમસ્યામાંથી બહાર લાવે.

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">