‘કાશ્મીરમાં જે બંદૂક ઉઠાવશે, તેને જીવતો નહીં છોડાય, કેટલાય ગાઝી આવ્યા ને જતા રહ્યાં, અમે તેમને આવી જ રીતે હૅંડલ કરીશું’ : સેનાની ખુલ્લી ચેતવણી
ભારતીય સેનાએ કાશ્મીરી માતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના ગેરમાર્ગે દોરાયેલા દીકરાઓને સમજાવે. આ સાથે જ સેનાએ ચેતવણી આપી છે કે જે બંદૂક ઉઠાવશે, તેને ગોળીએ દેવાશે. TV9 Gujarati Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ […]
ભારતીય સેનાએ કાશ્મીરી માતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના ગેરમાર્ગે દોરાયેલા દીકરાઓને સમજાવે. આ સાથે જ સેનાએ ચેતવણી આપી છે કે જે બંદૂક ઉઠાવશે, તેને ગોળીએ દેવાશે.
જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને CRPFએ આજે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે પુલવામા આતંકી હુમલા અને તેના 100 કલાકની અંદર તેના માસ્ટરમાઇંડ રશીદ ગાઝીને ઢેર કરી દેવાયો છે. સેનાએ સ્પષ્ટ કહ્યું કે આતંકીઓ કાં તો હથિયાર છોડી દે કાં ઢેર થવા માટે તૈયાર રહે. સેનાએ કહ્યું કે પુલવામા હુમલામાં પાકિસ્તાની સેનાનો પણ હાથ છે. જૈશ એ મોહમ્મદ (JEM) પાકિસ્તાન આર્મીનું બાળક છે. સેનાએ ચેતવણી આપી કે આવનારા સમયમાં ખીમમાં આતંકીઓના સફાયા માટે ઑપરેશનો ચાલુ રહેશે.
લેફ્ટનન્ટ જનરલ કે જે એસ ઢિલ્લોને કાશ્મીરી યુવાઓએ આતંકીઓથી દૂર રહેવાની નસીહત આપી. સેનાએ આતંકીઓના માતાઓને અપીલ કરી કે તેઓ પોતાના દીકરાઓને સરેન્ડર કરવા માટે કહ્યું. ભટકેલા કાશ્મીરી યુવાનોની માતાને પણ અપીલ છે કે પોતાના બાળકો જે આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે, તેમને સરેન્ડર કરવા માટે કહે, નહિંતર સેના તેમનો ખાત્મો કરવા મજબૂર બનશે.
ઢિલ્લોને કહ્યું, ‘અમે સરેન્ડર કરનારાઓ માટે ઘણા પ્રકારના સારા કાર્યક્રમો ચલાવી રહ્યા છે, પરંતુ આતંકી ઘટનાઓમાં સંડોવાયેલાઓ માટે રહેમ નહીં દાખવવામાં આવે. કેટલાય ગાઝી આવ્યા, કેટલાય જતા રહ્યાં. અમે તેમને આવી જ રીતે હૅંડલ કરીશું, કોઈ પણ આવે. અમારું ફોકસ ક્લિયર છે કે જે પણ ખીણમાં ઘુસણકોરી કરશે, તે જીવતો નહીં પાછો ફરે.’
[yop_poll id=1591]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]