
અમિત શાહે, સંસદમાં કોંગ્રેસના સત્તાકાળ અને ભાજપના સત્તાકાળ દરમિયાન કાશ્મીરને લઈને પણ તુલના કરી હતી. અમિત શાહે કહ્યું કે, હવે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા કરવા માટે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરના યુવાનો નથી મળતા પાકિસ્તાનના યુવાઓને ભરમાવીને હુમલા કરવા જમ્મુ કાશ્મીર મોકલે છે.

કાશ્મીરમાં આંતકવાદને સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપતી સંસ્થાઓને એક પછી એક બંધ કરી દેવાઈ. તેના વડાઓને જેલમાં ધકેલવામા આવ્યા. આમા હુરિયત કોન્ફરન્સ પણ સામેલ છે અને જમાતે ઈસ્લામ પણ સામેલ છે. કોંગ્રસના સત્તાકાળમાં આવી સંસ્થાના વડાઓને રેડકાર્પેટ સ્વાગત કરાતુ હતું. તેમના આકાઓ સાથે સરકાર વાટાઘાટો કરતી હતી. ભાજપની મોદી સરકાર જમ્મુ કાશ્મીરના યુવાઓ સાથે વાત કરશે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનમાં કરેલ હવાઈ હુમલાઓમાં માર્યા ગયેલ આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાન આર્મી, પાકિસ્તાન સરકારના અધિકારીઓ, પાકિસ્તાનની આઈએસઆઈના અધિકારીઓ, પાકિસ્તાન પોલીસના અધિકારીઓ વગેરે સામેલ હતા. જેણે સાબિત કર્યું છે કે, પાકિસ્તાન સરકાર પ્રેરિત આતંક છે. જેના છાવરવા માટે સરકારીસ્તરે કાર્ય થયુ હતું.

યુનોની સુરક્ષા સમિતીમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે અમેરિકાએ પત્ર લખીને ટેકો આપ્યો હતો. પરંતુ પંડિત નહેરૂએ એ પત્રના જવાબમાં યુનોની સુરક્ષા સમિતીમાં ભારતના સભ્યપદને કારણે મહાન ચીન નારાજ થશે તેથી સભ્યપદ નથી જોઈતુ તેમ લખીને જણાવ્યું હોવાનો ઘટસ્ફોટ અમિત શાહે સંસદમાં કર્યો હતો. સાથેસાથ જણાવ્યું હતુ કે, નરેન્દ્ર મોદી યુનોની સુરક્ષા સમિતીમાં કાયમી સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યાં હોવાનુ પણ જણાવ્યું હતું.